પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હરિયાણાના હિસારનો આજ થી પાંચ વર્ષ પહેલાનો છે. હાલનો ગુજરાતનો હોવાની વાત તદ્દન ખોટી છે.

બિપોરજોય વાવાઝોડાને લઈ સમગ્ર ગુજરાતમાં ભયનો માહોલ છે, ત્યારે હાલમાં એક સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક માણસ પતરાની સાથે હવામાં ઉડી જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બિપોરજોય વાવાઝોડા દરમિયાનના ગુજરાતના આ દ્રશ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Alkesh Rathod નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બિપોરજોય વાવાઝોડા દરમિયાનના ગુજરાતના આ દ્રશ્યો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ વીડિયો 10 જૂન 2018ના પ્રસારિત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. એક ફેસબુક એકાઉન્ટ પર આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

તેમજ અમે વધુ સર્ચ કરતા અમને ડેઈલી મેલ દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રસારિત આ જ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ઉત્તર ભારતના હરિયાણાના હિસારમાં આ વ્યક્તિ ટીનના છાપરા સાથે જોડાયેલ આધારને પકડી રહ્યો હતો, જ્યારે આશ્રયસ્થાન વિશાળ વાવાઝોડાથી ઉડી ગયું હતું - તેને તેની સાથે લઈ ગયો હતો.

તેમજ વધુ સર્ચ કરતા અમને ડેઈલીમેલ દ્વારા તેમની વેબસાઈટ પર પણ આ વીડિયોને લઈ વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કર્યો હતો. જે પણ તમે નીચે વાંચી શકો છો.

Dailymail.com | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હરિયાણાના હિસારનો આજ થી પાંચ વર્ષ પહેલાનો છે. હાલનો ગુજરાતનો હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:પાંચ વર્ષ જૂના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False