શું ખરેખર સાઉદી અરબમાં આ પ્રકારે બળાત્કારની સજા આપવામાં આવી હતી..? જાણો શું છે સત્ય…

Partly False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

A Bajaniya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 ડિસેમ્બર 2019ના મારૂ ગુજરાત એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાઉદી અરેબિયા મા 5 વર્ષ ની બાળા પર બળાત્કાર કરનાર ને સરકારે 15 મિનિટ પછી જાહેર મા ગોળી મારીને લટકાવી દીધો ભારત મા આવો કાયદો નથી અને એટલે જ લાખો ગુના બને છે” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 25 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સાઉદી અરબિયામાં 5 વર્ષની બાળા પર બળાત્કાર કરનારને 15 મિનિટમાં પકડી પાડી જાહેરમાં ગોળઈ મારવામાં આવી હતી.”

FACEBOOK | POST ARCHIVE | VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા ની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.  

ઉપરોક્ત પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, “આ વિડિયો યમનની રાજધાની સન્નાનો છે. 4 વર્ષની બાળકીના અપહરણ બાદ તેની સાથે બળાત્કાર તેમજ તેની હત્યાના ગુનાના આરોપસર 22 વર્ષના યુવાન હુસેન અલ-સાકેતને જાહેરમાં ગોળી મારી અને ક્રેન પર લટકાવી દેવામાં આવ્યો હતો.”  આ સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા.

NEWYORK POST | ARCHIVE

તેમજ આ ઘટના બાદ “પીડિતાના કાકા અલી આયેદે મિડિયાને જણાવ્યુ હતુ કે, આરોપી સાકેતે બાળકીનું અપહરણ કરી દૂષ્કર્મ આચરી અને તેની હત્યા કર્યા બાદ પણ બાળકીની શોધમાં ભાગ લીધો હતો.” 

BUSINESS STANDARD | ARCHIVE

4 વર્ષની બાળકી સફાની માતા અમલ અલ-મતારીએ તેની પુત્રીના હત્યારા હુસેન અલ-સાકેતને સજા મળ્યાનું જાણીને શાંતી થઈ હોવાનું જણાવ્યુ હતુ અને તેણે જણાવ્યુ હતુ કે, “વર્ષ 2015ના નવેમ્બર મહિનામાં જ્યારે તેણે સફાના સૌથી નાના ભાઈ સાલેહને નાનાકડા ગામમાં જ્યા તેની ફેમિલી રહેતી હતી ત્યાં જન્મ આપ્યો હતો. ત્યારે આરોપી અલ-સાકેતે તેની પુત્રી સફાને જૂટવી લીધી હતી. ત્યારબાદ પરિવારજનો અને પાડોશીઓએ બાળકીને શોધવા એક સર્ચ ટીમ પણ બનાવી હતી. જેમાં આરોપી પણ સામેલ હતો.”

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, “એક વર્ષ અને આઠ મહિના પછી મને શાંતી થઈ છે.”

INDEPENDENT.UK | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો યમનની રાજધાની સન્ના છે. એક વર્ષ અને આઠ મહિનાની પોલીસ તપાસ બાદ ઓગસ્ટ 2017માં 4 વર્ષની બાળકીના અપહરણ, બળાત્કાર અને હત્યાના આરોપીને સજા આપવામાં આવી હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે. “પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો સાઉદી અરેબિયાનો નહિં પરંતુ યમનની રાજધાની સન્ના છે. અને પોલીસે માત્ર 15 મિનિટમાં નહિં પરંતું એક વર્ષ અને આઠ મહિનાની તપાસ બાદ ઓગસ્ટ 2017માં 4 વર્ષની બાળકીના અપહરણ, બળાત્કાર અને હત્યાના આરોપીને સજા આપવામાં આવી હતી.” 

Avatar

Title:શું ખરેખર સાઉદી અરબમાં આ પ્રકારે બળાત્કારની સજા આપવામાં આવી હતી..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: Partly False