
Rajesh Bharwadનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટમાં 140 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 22 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 48 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, હરિદ્વારના માણસા દેવી મંદિરમાં ચાલતી રોપ-વે કારમાં આગ લાગતા લોકો જીવતા સળગી ગયા.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવી જરૂરી જણાતા અમે અમારા પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે ગૂગલ પર “cable car caught fire” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ‘Metro.co.uk’દ્વારા 9 માર્ચ 2015ના પ્રસારિત કરવામાં આવેલા એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ફિલિસ્તીનમાં એક ટીવી કાર્યક્રમ “અબુ-શરીફ વિજિટ્સ દ કેબલ કાર્સ” નામના એક શો માટે કેબલ કાર પર ફટાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ માટે કોઈ મંજૂરી લેવામાં ન હતી આવી. પરંતુ ફટકડા સળગવાથી એક કેબલ કારમાં આગ લાગી હતી. જે ઘટનાએ એખ અલગ જ મોડ લઈ લીધો હતો. પરંતુ ક્યાંય પણ કોઈ માણસ સળગવાના કે મરવાના સમાચાર પ્રાપ્ત થયા ન હતા.

જો કે, અમારી પડતાલને વધુ મજબુત કરવા અમે ગૂગલ પર “cable car in Palestine caught fire” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામ પરથી અમને Israellycool નામની એક વેબસાઈટ પર 5 માર્ચ 2015ના પ્રસારિત એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જે સમાચારના શીર્ષકમાં “Palestinian Comedian Almost Dies In “Candid Camera” Prank” લખવામાં આવ્યુ હતું. આ સમાચાર અનુસાર ફિલિસ્તીનના હાસ્ય કલાકારને મા’આન નામની સેટેલાઈટ ચેનલ દ્વારા તેમને બોલવવામાં આવ્યા હતા. આ હાસ્ય કલાકારને કેબલ કારમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યા એક સંતાળેલો કેમેરો રાખવામાં આવ્યો હતો. જે અંગે ખાલિદને ખબર ન હતી. જ્યારે કેબલ કારને વચ્ચે રોકી દેવામાં આવી ત્યારે તેમને જણાવવામાં આવ્યુ હતુ કે, વિજળી ચાલી ગઈ છે. પછી કેબલ કારમાં ફડાકડા સળગાવવામાં આવ્યા હતા. આ મજાક ખાલિદની પ્રતિક્રિયાને પ્રદર્શિત કરવા માટે કરવામાં આવ્યો હતો. પરંતુ ઘટનાએ અલગ જ રૂપ ધારણ કરી લીધુ હતુ અને ફટાકડાના લીધે કેબલ કારમાં આગ લાગી હતી. જોકે, ખાલિદે બચાવ માટે લત મારી અને કેબલ કારનો દરવાજો તોડી નાખ્યો હતો. તે બાદ હવાને લઈ આખા કેબલ કારમાં આગ ભડકી ઉઠી હતી. જોકે, બાદમાં તમામ લોકોને બચી લેવામાં આવ્યા હતા. બીજા દિવસે સંપૂર્ણ ચકાસણી બાદ તેમને એ વાત જણાવવામાં આવ્યુ હતુ કે ત્યાં એક કેમેરો રાખવામાં આવ્યો હતો. જેનો મુળ ઉદેશ્ય એ હતો કે, ખ્યાતનામ વ્યક્તિઓ સંકટમાં સમયમાં કેવી રીતે વર્તે છે. સમગ્ર સમાચાર વાંચવા માટે નીચે લિંક પર ક્લિક કરો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત વિડિયો હરિદ્વારના માનસા દેવી મંદિરના કેબલ કારમાં આગ લાગવાનો નહિં પરંતુ ફિલિસ્તીનના જેરિકો કેબલ કાર્સનો છે.

Title:શું ખરેખર હરિદ્વારના માણસા દેવી મંદિરની કેબલ કારનો વિડિયો છે….? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
