
CA Bakul Ganatra નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગૂગલ ના સી ઈ ઓ સુંદર પિચાઈ આશરે 26-27 વર્ષ બાદ તેના શિક્ષક ને મળ્યા તે સમય અને તેના હાવભાવ એક સંભાવના ને સંભવ કરનાર શિક્ષક જ હોય છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 19 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ તેમના શિક્ષકને 26-27 વર્ષ બાદ મળ્યા તેનો વિડિયો છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, કોઈપણ વિશ્વસનિય સમાચાર એજન્સી દ્વારા સુંદર પિચાઈના સંદર્ભમાં સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા ન હતા. તેમજ સુંદર પિચાઈ દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પર પણ આ અંગેની કોઈ માહિતી આપી ન હતી.
ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને બિઝનેસફોર્ટનાઈટ(સંગ્રહ) અને ન્યુઝન્યુ(સંગ્રહ)નામની વેબસાઈટના આર્ટિકલ પ્રાપ્ત થયા હતા. જેમાં વિડિયોમાં જોવા મળતા વ્યક્તિનું નામ ગણેશ કોહલી જણાવવામાં આવ્યુ છે. અને આ આર્ટીકલમાં તેમના વિશે માહિતી પણ આપવામાં આવી છે.
ત્યારબાદ અમે ગણેશ કોહલી નામના કિવર્ડ સાથે સર્ચ કરતા અમને ફેસબુક પર આ વિડિયો મળ્યો હતો. જેમાં લખ્યુ હતુ કે, “ગણેશ કોહલી તેમના શિક્ષકને મળ્યા.”
તેમજ વધૂ કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આઈસી3 મુમેન્ટ નામની એક યુટ્યુબ ચેનલ પર આ વિડિયો મળ્યો હતો અને શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “મૌલી ટીચર” અને આ વિડિયો 1 સપ્ટેમ્બર 2017ના અપલોડ કરવામાં આવ્યો હતો.
ગણેશ કોહલીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર ખોટા દાવા સાથે વાયરલ થઈ રહેલા વિડિયો અંગે સ્પષ્ટતા કરી હતી જે તમે નીચે જોઈ શકો છો.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને ગણેશ કોહલીના ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.
ગણેશ કોહલી કોણ છે. ?
ગણેશ કોહલી એક અધ્યાપક છે અને પરામર્શદાતા છે. જેણે 2016માં આઈસી3 નામની એક સંસ્થા શરૂ કરી હતી. આઈસી3 સંસ્થા એક સ્વયં સેવક-આધારિત સંગઠન છે. જે મજબૂત કેરિયર અને કોલેજ પરામર્શ વિભાગની સ્થાપના કરવા અને તેના બનાવી રાખવામાં મદદ કરવા તેમજ ઉચ્ચ વિદ્યાલયો પ્રશાસકો, શિક્ષકો અને પરામર્શદાતાઓ માટે માર્ગદર્શન અને પ્રિશિક્ષણ સંસાધનોના માધ્યમથી દુનિયા ભરના ઉચ્ચ વિદ્યાલયોને સહાયતા પ્રદાન કરે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ વિડિયો ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો નહિં પરંતુ આઈસી3 સંસ્થાના સ્થાપક ગણેશ કોહલીનો છે.

Title:શું ખરેખર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
