શું ખરેખર પાકિસ્તાનના આઈસોલેશન વોર્ડનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

Coronavirus False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Ashwin Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જે લોકો પાકિસ્તાન જીંદાબાદની નારેબાજી કરે છે તેમને મુબારક આ તસવીર.પાકિસ્તાન કોરોના આઈસોલેસન વોર્ડ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાનમાં કોરોના દર્દી માટે તૈયાર કરવામાં આવેલા આઈસોલેશન વોર્ડનો ફોટો છે.”

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજ તેમજ યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને પાકિસ્તાની યુઝર Sajida Ahmad Langah PTI દ્વારા તારીખ 25 જૂન 2018ના આ જ ફોટો તેમના પેજ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

https://www.facebook.com/424885781238697/photos/a.424886291238646/559190434474897/?type=3&theater

ARCHIVE

તેમજ 24 જૂન 2018ના ટ્વિટર પર પણ આ ફોટો અપલોડ કરવામાં આવી હતી. પાકિસ્તાનની મલ્ટી સ્પેશાયાલિસ્ટ હોસ્પિટલ હેંડિગ સાથે આ પોસ્ટ શેર કરવામાં આવી રહી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

જો કે, આ ફોટો કોણે અને ક્યારે લીધી તે જાણવા મળ્યુ નથી પરંતુ તે વાત નક્કી છે કે આ ફોટો હાલની નથી. વર્ષ 2018થી તે સોશિયલ મિડિયા પર ઉપલબ્ધ છે. તેમજ આ ફોટોને કોરોના સાથેની હાલની પરિસ્થિતી સાથે  કોઈ લેવા દેવા નથી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટોને હાલની કોરોનાની પરિસ્થિતી સાથે કોઈ લેવા-દેવા નથી. ખોટા દાવા સાથે તેને શેર કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર પાકિસ્તાનના આઈસોલેશન વોર્ડનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False