
Deep Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 24 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ફોરવર્ડ કરો અને કોરોના થી બચો… book : જંતુ વિજ્ઞાન, લેખક : રમેશ ગુપ્તા, પેજ નંબર :1072… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, લેખક રમેશ ગુપ્તાના જંતુ વિજ્ઞાનના પુસ્તકના 1072 મા પેજ પર કોરોનાથી કઈ રીતે બચી શકાય તેની માહિતી આપવામાં આવી છે. આ પોસ્ટને 21 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર લેખક રમેશ ગુપ્તાના જંતુ વિજ્ઞાનના પુસ્તકના 1072 મા પેજ પર કોરોનાથી કઈ રીતે બચી શકાય તેની માહિતી આપવામાં આવી છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે એ જાણવાની કોશિશ કરી હતી કે, ખરેખર કોરોના વાયરસ શું છે?
WHO ની ઓફિસિયલ વેબસાઈટ પરથી મળેલી માહિતી અનુસાર, કોરોના વાયરસ એ એક વાયરસ જૂથ (વાયરસનો સમૂહ) નું નામ છે. આ જૂથમાં ઘણા વાયરસ છે. આ વાયરસની ગોળાકાર સપાટી પર પ્રોટીન સ્પાઇક્સ જોવા મળે છે. તેથી તે તાજ જેવો દેખાય છે. લેટિનમાં તાજને કોરોના કહેવામાં આવે છે. જેને કારણે આ વાયરસને કોરોના વાયરસ કહેવામાં આવે છે.

કોરોના વાયરસમાં ઘણા પ્રકારના વાયરસ જૂથ રહેલા છે પરંતુ તેમાંના સાત જૂથ દ્વારા જ માનવ સ્વાસ્થ્ય નબળું પડતું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. એ સાત સમૂહ તમે નીચે જોઈ શકો છો.
- 229E (alpha coronavirus)
- NL63 (alpha coronavirus)
- OC43 (beta coronavirus)
- HKU1 (beta coronavirus)
- MERS-CoV
- SARS-CoV
- SARS-CoV-2 (Novel Coronavirus)
આમાંથી, MERS-Cov મધ્ય પૂર્વ શ્વસન સિન્ડ્રોમનું કારણ બને છે. આ રોગ, જે ઊંટથી ફેલાય છે, તે 2012 માં આવ્યો હતો. SARS-CoV ગંભીર તીવ્ર શ્વસન સિન્ડ્રોમ (સાર્સ) નું કારણ બને છે. સાર્સ 2002-03માં સાથે આવ્યા હતા.
હવે એ જાણવું જરૂરી હતું કે, હલામાં ફેલાઈ રહેલો કોરોના વાયરસ શું છે?
કોરોના વાયરસ એ એક નવા પ્રકારનો વાયરસ છે. જેની ઉત્પત્તિ ચીનના વુહાન શહેરમાંથી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ વાયરસ શરૂઆતમાં સારી રીતે જાણવા મળ્યો ન હતો. જેને પરિણામે આ વાયરસને એક નવા કોરોના વાયરસ તરીકે ઓળખવામાં આવ્યો છે.
વર્તમાનમાં એક જ વાયરસ બધી જગ્યાએ ફેલાઈ રહ્યો છે. જેનું શાસ્ત્રીય નામ SARS-CoV-2 છે. જે વાયરસનું આગળનું સંસ્કરણ છે જે SARS નું કારણ બને છે. આ વાયરસને કારણે થતી બીમારીને Covid-19 તરીકે ઓળખવામાં આવે છે.
હવે જંતુ વિજ્ઞાનના પુસ્તકમાં દર્શાવેલો કોરોના વાયરસ શું છે? એ પણ જાણવું જરૂરી હતું.
આ ત્રણ પ્રકારના મુખ્ય વાયરસ છે જે શરદી-ખાંસીનું કારણ બને છે.
- Rhinovirus
- Coronavirus (OC43 and 229E)
- RSV and parainfluenza
જે રીતે આપણને એ માલૂમ છે કે, વર્તમાનમાં પ્રસરાયેલો કોરોના વાયરસ SARS-CoV-2 છે. લેખક રમેશ ગુપ્તાના પુસ્તકમાં શરદી-ખાંસી માટે જવાબદાર કોરોના વાયરસ OC43 અને 229E છે. કોરોના વાયરસને સૌપ્રથમ 1960 ના દશકમાં શોધવામાં આવ્યો હતો. જે માનવ સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. ઠંડી અને ચોમાસાની શરૂઆતમાં તમે રાયન્હો ( મેઘઘનુષ) વાયરસ તેમજ OC43 અને 229E કોરોના વાયરસને કારણે ઠંડી ને શરદી અનુભવો છો. એટલા માટે જ પુસ્તકમાં આપવામાં આવેલી કોરોના વાયરસની માહિતી એક અલગ જ છે.

વધુ માહિતી તમે અહીં જોઈ શકો છો. Medical News Today
શું ખરેખર પુસ્તકમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગોળીઓ લેવી જોઈએ?
હલમાં ચાલી રહેલા કોરોના વાયરસને પુસ્તકમાં દર્શાવવામાં આવેલી માહિતી સાથે કોઈ જ સંબંધ નથી. WHO દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ એટલે કે Covid – 19 ની હજુ સુધી કોઈ દવા કે રસી તૈયાર કરવામાં નથી આવી. આ અંગે સંશોધન ચાલી રહ્યું છે અને તે ટૂંક સમયમાં તૈયાર થવાની સંભાવના છે. પરંતુ એ પહેલાં ડૉક્ટરની સલાહ વિના કોઈ પણ ગોળી લેવી હિતાવહ નથી. તમારા હથને વારંવાર ધુઓ તેમજ ભીડભાડવાળી જગ્યાઓ પર જવાનું ટાળીને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખો.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે ફેક્ટ ક્રેસેન્ડોની ટીમ દ્વારા ડૉ. ભાભા અણુ સંશોધન કેન્દ્રના સેવાનિવૃત્ત વૈજ્ઞાનિક શરદ કાલેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓએ અમને જણાવ્યું હતું કે, “વાયરલ થઈ રહેલો મેસેજ તદ્દન ખોટો છે. લોકોએ આ પ્રકારની ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ. સત્યતા તપાસ્યા વિના કોરોના વાયરસ સંબંધી કોઈ પણ માહિતી શેર કરવી જોઈએ નહીં. કોરોનાની જાણકારી મેળવવી એ વિશેષજ્ઞોનું કામ છે અને જનતાએ તેમના પર ભરોસો કરવો જોઈએ.”
ડૉ. કાલેએ સૂક્ષ્મ જીવ વિજ્ઞાન પર શોધ કરતાં લગભગ ચાર દશક વિતાવ્યા છે. તેઓએ પોતાના લેખિત સંદેશમાં જણાવ્યું છે કે, “ધોરણ 12 માની જીવ વિજ્ઞાનના પુસ્તકમાં આપવામાં આવેલી જાણકારી ઠંડીની સ્થિતિમાં થતા એક રોગ ઈન્ફલુએન્જાની સ્થિતિનો ઉલ્લેખ કરે છે. આ રોગનું કારણ બનનાર વાયરસ કોરોના સમૂહના હોઈ શકે છે. કોરોના વાયરસનું એક મોટું જૂથ છે. જેમાં ઉપશ્રેણીઓ હોય છે. જેને જુદી જુદી પ્રજાતિઓ પણ કહેવામાં આવે છે. પરિવર્તન સતત બદલાતું રહે છે. જે નવા ઉપવર્ગોનું નિર્માણ કરે છે. આ પરિવર્તન કેમ થાય છે? તેના ઘણા કારણો છે. વર્તમાનમાં દુનિયાને સંક્રમિત કરનાર વાયરસ આ કોરોના સમૂહનું નવું પરિવર્તિત સ્વરૂપ છે અને ચીના વુહાન શહેરમાં આનો પહેલો પ્રકોપ ડિસેમ્બર 1079 માં જોવા મળ્યો હતો. જેનું નામ કોવિડ 29 રાખવામાં આવ્યું હતું. હવે એ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે, આ વાયરસ બારમા ધોરણના પુસ્તકમાં આપવામાં આવેલી માહિતીથી તદ્દન અલગ જ વાયરસ છે.”
ફેક્ટ ક્રેસેન્ડોની મરાઠી ટીમ દ્વારા પણ આ માહિતીની સત્યતા ચકાસવામાં આવી હતી. જે તમે અહાં જોઈ શકો છો. marathi.factcrescendo.com
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, કોરોના વાયરસ એક વાયરસનો સમૂહ છે. કોરોના વાયરસ (SARC-CoV-2) જે રોગનું કારણ બને છે તેનું વર્ણન બારમા ધોરણના પુસ્તકમાં કરવામાં આવ્યું નથી. પુસ્તકમાં જે OC43 અને 229E કોરોના વાયરસની જાણકારી આપવામાં આવી છે એ ફ્કત શરદી-ખાંસીનું જ કારણ બને છે. જેથી આપણે આ માહિતી પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. માહિતીમાં બતાવવામાં આવેલી ગોળીઓ પણ હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસમાં લેવી જોઈએ નહીં.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ધોરણ બારમાના જીવ વિજ્ઞાનના પુસ્તકમાં જે કોરોના વાયરસની માહિતી આપવામાં આવી છે તેને અને હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:જંતુ વિજ્ઞાનના પુસ્તકમાં કોરોના વાયરસના ઉપચારની માહિતી નથી આપવામાં આવી… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
