શું ખરેખર કોરોના વાયરસના કારણે IPL 2020 બંધ રહેશે…? જાણો શું છે સત્ય..

Coronavirus Partly False રાષ્ટ્રીય I National સામાજિક I Social

મોટાભાઈ બેફામ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના વાઈરસ ને કારણે IP;-2020 બંધ રહેશે” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 329 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 13 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોના વાઈરસના કારણે IPL-2020 બંધ રહેશે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર कोरोना वायरस के कारण आईपीएल 2020 बंद કીવર્ડ સાથે  સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને NAVBHARATTIMES નો 12 માર્ચનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ખેલ મંત્રલાય દ્વારા રમત-ગમતને લઈ આયોજન શરૂ રાખવા મંજૂરી આપવામાં આવી છે. પરંતુ તેમાં લોકોની ભીડ એકત્રીત ન કરવા સૂચના આપવામાં આવી છે.”

NAVBHARATTIMES | ARCHIVE

ત્યારબાદ જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને AMARUJJALA નો 12 માર્ચ 2020નો એક આર્ટીકલ પ્રાપ્ત થયો હતો. જેમાં રમત સચિવ રાધે શ્યામ જુલાનિયાનું નિવેદન મુકવામાં આવ્યુ હતુ તેઓએ જણાવ્યુ હતુ કે, “કોઈ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે, તો તેને બંધ દરવાજા વચ્ચે લોકો વગર આયોજન કરવાનું રહેશે.”

AMARUJALA | ARCHIVE

ત્યારબાદ અમને જાગરણનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મદ્રાસ હાઈકોર્ટ દ્વારા આઈપીએલને રદ કરવાને લઈ BCCI પાસેથી 23 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો છે. તેમજ સુપ્રિમ કોર્ટ દ્વારા પણ આ અંગે 16 માર્ચ પછી સુનવણી કરવા જણાવ્યુ છે.”

JAGRAN | ARCHIVE

IPLના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી તારીખ 13 માર્ચના બપોરે 3 વાગ્યે માહિતી આપવામાં આવી હતી કે, “તારીખ 15 એપ્રિલ સુધી IPLને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.” પરંતુ ક્યાંય પણ એવું નથી જણાવવામાં આવ્યુ કે, IPLને રદ કરવામાં આવ્યો. IPL દ્વારા કરવામાં આવેલુ ટ્વિટ તમે નીચે વાંચી શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે, કારણ કે, IPL રદ કરવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવ્યો છે. 

Avatar

Title:શું ખરેખર કોરોના વાયરસના કારણે IPL 2020 બંધ રહેશે…? જાણો શું છે સત્ય..

Fact Check By: Yogessh Karia 

Result: Partly False