
Patel Jagruti નામના ફેસબુક યુઝર દ્વારા 19 ફેબ્રુઆરી, 2020 ના રોજ Apnu Anand ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 🚨વર્ષની સૌથી મોટી ભરતી🚨💥કુલ 3114 જગ્યાઓ💥 ભારત યુવા સશક્તિકરણ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા અમલીકરણ એકમો માટે 📝ભરતી અંગેની જાહેરાત📝 ઓનલાઈન અરજી માટે જુઓ વેબસાઈટ👇 https://www.indiayep.org 👉🏾જિલ્લા પ્રોજેક્ટ ઓફીસર જગ્યાઃ 33 પગારઃ 40000 શૈ.લાયકાતઃ ગ્રેજ્યુએટ 👉🏾તાલુકા પ્રોજેક્ટ ઓફીસર જગ્યાઃ 252 પગારઃ 35000 શૈ.લાયકાતઃ ગ્રેજ્યુએટ 👉🏾ક્લસ્ટર કોર્ડીનેટર જગ્યાઃ 753 પગારઃ 30000 શૈ.લાયકાતઃ ધો-12 પાસ 👉🏾હિસાબનીસ જગ્યાઃ 33 પગારઃ 35000 શૈ.લાયકાતઃ કોમ.ગ્રેજ્યુએટ 👉🏾સીનિયર ક્લાર્ક જગ્યાઃ 33 પગારઃ 30000 શૈ.લાયકાતઃ ગ્રેજ્યુએટ 👉🏾જુનિયર ક્લાર્ક જગ્યાઃ 252 પગારઃ 25000 શૈ.લાયકાતઃ ધો-12 👉🏾કોમ્પ્યુટર ઓપરેટર જગ્યાઃ 1005 પગારઃ 20000 શૈ.લાયકાતઃ ધો-12 👉🏾પટ્ટાવાળા જગ્યાઃ 753 પગારઃ 15000 શૈ.લાયકાતઃ ધો-8. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં જણાવ્યા પ્રમાણે ભારત યુવા સશક્તિકરણ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા અમલીકરણ એકમો માટે જુદી જુદી ભરતી બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટને 30 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 8 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ભારત યુવા સશક્તિકરણ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા અમલીકરણ એકમો માટે જુદી જુદી ભરતી બહાર પાડવામાં આવી છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને divyabhaskar.co.in દ્વારા 19 ફેબ્રુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ભારત યુવા સશક્તિકરણ પ્રોજેકટના નામે યુવાનોને સરકારી નોકરી આપવાનું કૌભાંડ ઝડપાયું. જેને લઈને ગાંધીનગરના સેક્ટર 7 ના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

આજ માહિતી સાથેના સમાચાર gujaratsamachar.com દ્વારા પણ 19 ફેબ્રુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને ખોટો સાબિત કરતા અન્ય સમાચારપત્રો દ્વારા પ્રસારિત કરવામાં આવેલા પેપર કટીંગ પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.


આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા પેપર કટીંગના ફોટોમાં ભારત યુવા સશક્તિકરણ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા અમલીકરણ એકમો માટે જુદી જુદી ભરતી બહાર પાડવામાં આવી હોવાની માહિતી તદ્દન ખોટી છે. લોકોને છેતરવા અને પૈસા પડાવવા માટે આ પ્રકારની ખોટી માહિતી કેટલાક અસામાજિક તત્વો દ્વારા બહાર પાડવામાં આવી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા પેપર કટીંગના ફોટોમાં ભારત યુવા સશક્તિકરણ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા અમલીકરણ એકમો માટે જુદી જુદી ભરતી બહાર પાડવામાં આવી હોવાની માહિતી તદ્દન ખોટી છે.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:યુવા સશક્તિકરણ પ્રોજેક્ટના નામે ખોટી ભરતીની માહિતી થઈ વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
