
Lalit Sharma નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શાબાશ દીલ્હી ચૂટણી ના પરીણામ ની અસર ચાલુ. હજી તક છે. સુધરો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 57 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ જણાવ્યો હતો. તેમજ 24 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્હી ચૂંટણી બાદનો આ વિડિયો છે અને હિન્દુઓ ઘર મજબૂર બન્યા છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો NEWS FLASH નામની યુટ્યુબ ચેનલ દ્વારા તારીખ 13 ફેબ્રુઆરી 2019ના અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ સુદર્શન ન્યુઝ દ્વારા આ ઘટના અંગેનો સંપૂર્ણ અહેવાલ 28 ઓગસ્ટ 2018ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ આ ઘટનાને ZEENEWS દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે વાંચી શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, આ ઘટના વર્ષ 2018માં બનવા પામી હતી. જેને જૂદા-જૂદા મિડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ઘટના વર્ષ 2018ની છે, હાલમાં ચૂંટણીના પરિણામ બાદ આ ઘટના બની હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:વર્ષ 2018ની ઘટનાને દિલ્હી ચૂંટણીના પરિણામ બાદની જણાવી ફેલાવવામાં આવી રહ્યી…
Fact Check By: Yogesh KariaResult: False
