
Abhay gala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દિલ્હી મા ભાજપ ને હરાવવા પાકિસ્તાન સરકારે કેજરીવાલને સપોર્ટ કરેલો.. કેજરીવાલ એ પાકિસ્તાન વડાપ્રધાન નિ સાથે બેઠક કરેલિ જોયલો આ પાકિસ્તાન કુતા ને” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 18 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્હી ચૂંટણી દરમિયાન કેજરીવાલે પાકિસ્તાન સરકારની મદદ લીધી હતી અને તે સમયની આ તસ્વીર છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને THE INDIAN EXPRESSનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. 21 માર્ચ 2016ના આ આર્ટિકલમાં જણાવવામાં આવ્યુ હતુ કે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની મુલાકાત થઈ. જે આર્ટીકલ તમે નીચે વાંચી શકો છો.
તેમજ અરવિંદ કેજરીવાલ દ્વારા પણ તારીખ 20 માર્ચ 2016ના આ ફોટો તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો હાલના નહિં પરંતુ 20 માર્ચ 2016ના છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો હાલના નહિં પરંતુ વર્ષ 2016ના છે. હાલમાં ખોટા દાવા સાથે તેને શેર કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર દિલ્હી ચૂંટણી દરમિયાન કેજરીવાલે પાકિસ્તાન વડાપ્રધાન સાથે બેઠક કરી હતી…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
