
The Furstrated Gujju નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ટોમેટો સોસ નિકળી ગયો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 87 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 16 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જામિયાના વિદ્યાર્થીને ગોળી નથી વાગી તે નાટક કરી રહ્યા છે. ટોમેટો સોસ લગાડવામાં આવ્યો હતો.“
હાલમાં સમગ્ર મિડિયામાં જામિયામાં એક શખ્સ દ્વારા જાહેરમાં પોલીસની હાજરીમાં કરવામાં આવેલા ફાયરિંગની ઘટના મોખરે છે. જે ઘટનામાં એક વિદ્યાર્થીને ગોળી વાગી હતી. ત્યારે આ ઘાયલ વિદ્યાર્થીને લઈ સોશિયલ મિડિયામાં ખબરો વાયરલ થઈ છે કે, તેને ગોળી નથી વાગી તે સોસની બોટલમાંથી સોસ ઢોળવામાં આવ્યો હતો.
આમ. ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવી ની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમેને ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં ડેપ્યુટી કમિશ્રનર ચીનમય બિસ્વાલએ જણાવવામાં આવ્યુ હતુ કે, “ઘાયલ વિદ્યાર્થીનું નામ શાબાદ ફારૂક છે. જે માસ કોમ્યુનિકેશન એમએના સેકેન્ડ સેમેસ્ટરનો વિદ્યાર્થી છે. જેને પ્રાથમિક સારવાર ઘટના જ્યાં બની ત્યાં નજીકમાં આવેલી હોલી હોસ્પિટલમાં તેમજ વધૂ સારવાર માટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો.” જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો.
THE NEW INDIAN EXPRESS | ARCHIVE
ત્યારબાદ અમે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને પ્રોફેસર અલી ખાન મહેમુદાબાદનું એક ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ, જેમાં તેઓએ બીજા એંગલથી ફોટો શેર કર્યો છે અને જણાવ્યુ છે કે, “ઘાયલ યુવાનને મદદ કરી રહેલી મહિલાના હાથમાં પાણીની બોટલ છે.”
ત્ચારબાદ અમે જામિયાના પીઆરઓ અહેમદ અઝિમનો સંપર્ક સાધ્યો હતો, તેણે પણ અમને જણાવ્યુ હતુ કે, “શાબાદ ફારૂક નામના વિદ્યાર્થીને ગોળી વાગી હતી. સોસ લગાડ્યો હોવાની વાત તદન ખોટી છે.”
ત્યારબાદ જે વિદ્યાર્થીને ગોળી લાગી હતી તે વિદ્યાર્થી શાબાદ ફારૂકનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “તેના ડાબ હાથમાં ગોળી વાગી છે. એમ્સમાં સારવાર લીધા બાદ તેના ઘરે જમ્મૂ કાશ્મીર આરામ કરી રહ્યા છે.“ તેણે અમને તેમની સાથે રહેલી યુવતીનું નામ મિધાત સામરા હોવાનું જણાવ્યુ હતુ. તેમજ તેમનો નંબર પણ આપ્યો હતો.
ત્યારબાદ અમે મિધાત સામરાનો સંપર્ક કર્યો હતો. તેણે અમને જણાવ્યુ હતુ કે, તેના હાથમાં તે સમયે પાણીની બોટલ હતી. જેનો ફોટો પણ તેમણે અમને મોકલાવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ તેમણે અમને શાબાદ ફારૂકની હોસ્પિટલનો અંદરનો ફોટો પણ અમને મોકલાવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, શાબાદ ફારૂક નામના યુવાનને ગોળી વાગી હતી અને જે લાલ કલરની બોટલ દેખાઈ રહી છે તે તેમની મિત્ર મિધાત સામરાએ પકડી હતી. જેમાં પાણી ભરેલુ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, શાબાદ ફારૂક નામના યુવાનને ગોળી વાગી હતી અને જે લાલ કલરની બોટલ દેખાઈ રહી છે તે તેમની મિત્ર મિધાત સામરાએ પકડી હતી. જેમાં પાણી ભરેલુ હતુ, લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.

Title:શું ખરેખર જામિયાના વિદ્યાર્થીને ગોળી વાગ્યાનું નાટક કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
