શું ખરેખર મુંબઈના ઘાટકોપરમાં લૂંટ થઈ તેના સીસીટીવી છે..? જાણો શું છે સત્ય…

Crime False આંતરરાષ્ટ્રીય I International

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 પર એક પાઠક દ્વારા “12-15 વર્ષના 4 જેહાદી છોકરાઓ આવીને તમને ઘરની સામેથી લૂંટશે, તે બનવાનું શરૂ થયું છે અને આપણામાંના કેટલાક હિન્દુઓ સીએએનો વિરોધ કરી રહ્યા છે. લોકેશન – ઘાટકોપર મુંબઇ.” લખાણ સાથે વિડિયો મોકલવામાં આવ્યો હતો અને સત્ય જણાવવા વિંનતી કરવામાં આવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા સીસીટીવી મુંબઈના ઘાટકોપરમાં થચેલી લૂંટના છે.”

ફેસબુક પર કીવર્ડ સાથે સર્ચ કરતા આ વિડિયો પણ ઉપરોક્ત દાવા સાથે જ ફેસબુક પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો. 

FACEBOOK

ઉપરોક્ત દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને પાકિસ્તાની ચેનલ DawnNews નો દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2019ના અપલોડ કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ સમગ્ર ઘટનાનો ઓરિજનલ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. “કરાચીમાં આ ચાર બાળકોએ બ્રોડ ડે લાઈટમાં દંપતીને લૂંટી લીધા હતા. સીસીટીવી ફૂટેજ હિલ પાર્ક વિસ્તારના છે.” જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

તેમજ આ લૂંટ ચલાવનારાઓની પોલીસે ધરપકડ પણ કરી હોવાનો અહેવાલ Geo News દ્વારા 1 સપ્ટેમ્બર 2019ના પ્રસારિત કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ત્યારબાદ અમે કરાચીના SPO ગુલબર્ગનો સંપર્ક સાધતા તેઓએ પુષ્ટિ કરી કે આ ઘટના 24 ઓગસ્ટ, 2019 ના રોજ હિલ-પાર્ક નજીક ગુલશન-એ-ઇકબાલ વિસ્તારમાં બની હતી. 4 યુવકોઓએ દંપતીને બંદૂક બતાવીને લૂંટ ચલાવી હતી. આમાંના બે છોકરાઓની 1 સપ્ટેમ્બર 2019 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં એકનું નામ યુસુફ (18) અને બીજાનું નામ આરીબ (15) છે.

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તે વિડિયો મુંબઈનો નહિં પરંતુ પાકિસ્તાનના કરાચીનો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત ઉપરોક્ત વિડિયો મુંબઈનો હોવાની વાત ખોટી સાબિત થાય છે, કારણ કે, આ ઘટના ઓગસ્ટ મહિનામાં પાકિસ્તાનના કરાચીમાં બની હતી. મુંબઈમાં બની હોવાની વાત તદ્દન ખોટી છે. 

Avatar

Title:શું ખરેખર મુંબઈના ઘાટકોપરમાં લૂંટ થઈ તેના સીસીટીવી છે..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False