જૂના ફોટોને હાલમાં ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગ સાથે સરખાવવામાં આવી રહ્યા છે…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

nit_kumbhani_ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ન્યુઝ મિડિયામાં સમાચાર માં આવેલો મૃત્યાંક કાળજુ કંપાવી ગયો….50 કરોડ નાના મોટા જીવો ઓસ્ટ્રેલિયા માં.લાગેલી વિનાશક આગ માં જીવતા ભૂંજાય ગયા છે..થોડા બચાવી શકાયા તેની સરકારી તંત્ર, સ્વૈચ્છિક સંસ્થાઓ , પયૉવરણપ્રેમી ઓ સારસંભાળ લઇ રહયા છે…કદાચ આ આગ વિશ્ર્વની સૌ પ્રથમ મોટી આગ હશે જેમાં કરોડો.જીવો ની દુનિયા ઉજડી ચૂકી.છે…આ આગ જલ્દી કાબુમાં આવે અને વધુ જીવો મોતના મુખમાં હોમાતા બચે તે માટે દરેક મનુષ્ય પ્રાથૅના કરે તે પણ જીવદયા કે પૂણ્ય નું કાયૅ ગણાશે….તો સવેઁ ને વિનંતી આ દુધૅટના હવે આગળ ધપતી અટકે તેના માટે સૌ કોઇ ઇશ્ર્વર,અલ્લાહ કે જે કોઇ ભગવાનમાં માનતા હોય તેને અવશ્ય પ્રાથૅના કરે…પ્રાથૅનામાં.તાકાત છે…ખરા દીલ થી કરેલી પ્રાથૅના ઇશ્ર્વર સાંભળે જ છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2300 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 866 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1100 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો હાલમાં ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગના ફોટો છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને નંબર આપ્યા હતા જે તમે નીચે જોઈ શકો છો.

PHOTO NO.1

PHOTO NO. 1 ને અમે રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા આ ફોટો Stockvault પર તારીખ 22 મે 2016થી ઉપલબ્ધ છે. ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી આગથી તેનો કોઈ સબંધ નથી.


PHOTO NO.2

PHOTO NO.2 ને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા આ ફોટો 15 નવેમ્બર 2012ના Dailymail દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. આ સમાચાર અનુસાર જકાર્તાની સરકારે 258 લુપ્ત થતા પ્રાણીઓના અવશેષ તસ્કરો પાસેથી જપ્ત કર્યા હતા અને તેને સળગાવી નષ્ટ કરવામા આવ્યા હતા.


PHOTO NO.3 

PHOTO NO.3 ને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને આ ફોટો 11 જાન્યુઆરી 2013ના CNN.COM નામની વેબસાઈટ દ્વારા આ ફોટો તેમની વેબસઈટ પર અપલોડ કર્યો હતો. 


PHOTO NO.4

PHOTO NO.4 ને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા આ ફોટો 5 જાન્યુઆરી 2015ના NEWS.COM.AU દ્વારા આ ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો. CFS ના સ્વયંસેવક ક્રેસબૂક રોડ પર ચાલી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.  


PHOTO NO.5

PHOTO NO.5 ને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને animal.howstuffworks.com નામની વેબસાઈટ પર તારીખ 3 ફેબ્રુઆરી 2016ના આ ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફોટો ઓસ્ટ્રોલિયાના કાકાડુ નેશનલ પાર્કનો છે.


PHOTO NO.6

PHOTO NO.6ને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને DAILYMAIL.UK વેબસાઈટ પર આ ફોટો તારીખ 13 નવેમ્બર 2018નો છે. કેલીફોર્નિયાના જંગલમાં લાગેલી આગથી બિલાળીનું મોત થયુ હતુ. 


PHOTO NO.7

PHOTO NO.7 ને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને આ ફોટો 7 ફેબ્રુઆરી 2019ના THEAGE દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં વિકટોરિયામાં લાગેલી આગમાં કાર્યરત એક ફાયરમેન ઓક્સિજન લઈ રહ્યો છે.


PHOTO NO.8

PHOTO NO.8 ને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને આ ફોટો 3 ફ્રેબુઆરી 2019ના DAILYMAIL નામની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, તમ્માનિયાના જંગલમાં લાગેલી આગને ઠારવા માટે ફાયર સ્ટાફની છે. જેમણે 12 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.


PHOTO NO.9

PHOTO NO.9 ને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા આ ફોટો અમને 13 નવેમ્બર 2016ના Rainforest-rescue.org નામની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલો જોવા મળ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ઈન્ડોનેશિયામાં ઈન્ટરનેશનલ એનિમલ રેસ્ક્યુ દળ દ્વારા ઔરંગુટનને બચાવતા હતા ત્યારની આ ફોટો છે.” 


PHOTO NO.10

PHOTO NO.10 ને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા જાણવા મળ્યુ હતુ કે, DIGITALSPY.COM દ્વારા આ વિડિયોને 9 ઓગસ્ટ 2011ના તેમની વેબસાઈટ પર અપલોડ કર્યો હતો. જેમાં જણાવ્યુ હતુ કે, નાનકડા ભાલુએ પાર્કમાં આવેલી એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. આ રૂસના એક પાર્કનો વિડિયો છે.0020


PHOTO NO.11

PHOTO NO.11 ને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા આ ફોટો અમને 9 ફેબ્રુઆરી 2009ના LATimes દ્વારા પ્રકાશિત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ હતુ. 9 ફેબ્રુઆરી 2019ના ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટમાં આગ લાગવાને કારણે CFAના ફાયર જવાન ડેવિડ ટ્રીએ એખ કોયલા ભાલૂને આગથી બચાવ્યો હતો. જેનું નામ પછી સૈમ રાખવામાં આવ્યુ હતું.


PHOTO NO.12 

PHOTO NO.12ને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા આ ફોટો અમને DAILYMAIL.UK વેબસાઈટ પર 30 ઓક્ટોબર 2019ના અપલોડ કરેલી જોવા મળી હતી. જે બે મહિના પહેલાની કેલિફોર્નિયાનો ફોટો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો માંથી 12 ફોટો જૂના છે. જેને હાલમાં ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી આગ સાથે કોઈ લેવા-દેવા નથી. 

Avatar

Title:જૂના ફોટોને હાલમાં ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગ સાથે સરખાવવામાં આવી રહ્યા છે…

Fact Check By: Yogesh Karia 

Result: False