વર્ષ 2016ની ફોટોને હાલની પશ્રિમ બંગાળની ઘટના સાથે જોડી ફેલાવવામાં આવી રહી છે…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

રંગ છે – Rang Chhe નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. #આ_બાળકનો_શુ_વાંક ??? પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા તોફાનમાં એક ટ્રેનમા આ બાળક તેના માતા પિતા સાથે મુસાફરી કરી રહ્યુ હતું અને ટ્રેનમાં થયેલા પથ્થરમારા માં આ બાળકની ની આંખ ફૂટી ગઈ..આ બાળકને આ નાગરિકતા બિલ સાથે શુ લેવા દેવા ? એમણે તો હજુ કશું સમજવાનું પણ નથી શીખ્યું ત્યાં વિરોધી સમાજે આટલી મોટુ જિંદગી ભરનું દુઃખ આપી દીધું..😢 લાનત છે આવા વિરોધીઓ ઉપર…”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 48 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 29 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પશ્રિમ બંગાળમાં હાલમાં ટ્રેનમાં થયેલા પથ્થરમારામાં આ બાળકી ઘવાયી હતી.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને શોધવા પ્રયત્ન કર્યો હતો. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ‘Mahmoud’ નામના ટ્વિટર યુઝર દ્વારા તારીખ 15 નવેમ્બર 2016ના કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં આ ઘટનાને સીરિયામાં આવેલા અલેપ્પોની બતાવવામાં આવી હતી. 

ARCHIVE

આ સિવાય અમને આ જ મામલે ‘Defense-Arab’ નામની વેબસાઈટ પર 20 મે 2017ના એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ આ બાળકની ફોટો આપવામાં આવી હતી. સમાચારમાં જણાવવામાં આવ્યુ હતુ કે, રુસ દ્વારા કરવામાં આવેલા હુમલાની માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે વાંચી શકો છો. 

DEFENSE-ARAB | ARCHIVE

આ ફોટો સૌથી પહેલા કોણે શેર કરી હતી. તે અમને જાણવા મળ્યુ ન હતું. પરંતુ ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટો વર્ષ 2016ના ઓગસ્ટ મહિનાથી જ ઈન્ટરનેટ પર સીરિયાના પિડિત બાળકના નામથી ઉપલબ્ધ છે. આ ફોટોને વર્તમાનમાં પશ્રિમ બંગાળમાં CABના વિરોધમાં ટ્રેન પર થયેલા પથ્થર મારા સાથે કોઈ સંબંધ નથી. આ ફોટો ખોટા ઉદેશ સાથે લોકોને ભ્રામક કરવા ફેલાવવામાં આવી રહી છે.  

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટો વર્ષ 2016ના ઓગસ્ટ મહિનાથી જ ઈન્ટરનેટ પર સીરિયાના પિડિત બાળકના નામથી ઉપલબ્ધ છે. આ ફોટોને વર્તમાનમાં પશ્રિમ બંગાળમાં CABના વિરોધમાં ટ્રેન પર થયેલા પથ્થર મારા સાથે કોઈ સંબંધ નથી. આ ફોટો ખોટા ઉદેશ સાથે લોકોને ભ્રામક કરવા ફેલાવવામાં આવી રહી છે.  

Avatar

Title:વર્ષ 2016ની ફોટોને હાલની પશ્રિમ બંગાળની ઘટના સાથે જોડી ફેલાવવામાં આવી રહી છે…

Fact Check By: Yogesh Karia 

Result: False