
Dhanji Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નીરવ મોદીએ લંડન કોર્ટમાં વેર્યા વટાણા… 32% જ રૂપિયા મારા હતા..68% તો બીજેપી નેતાઓના હતા…મોદી મોદી….ભાઈ ભાઈ…” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 257 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 9 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 135 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નિરવ મોદીએ લંડનની કોર્ટમાં નિવેદન આપ્યુ હતુ કે, 32 ટકા રૂપિયા જ તેના હતા બાકીના રૂપિયા ભાજપના નેતાઓના હતા.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ જો આ પ્રકારે કોઈ સ્ટેટમેન્ટ નિરવ મોદી દ્વારા આપવામાં આવ્યુ હોય તો ભારતીય રાજનિતીમાં ભૂંકપ આવી જાય તેથી અમે ગૂગલ પર “नीरव मोदी ने बताया 32% मेरा है” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને THE LALLANTOP નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે 22 માર્ચ 2019ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે સમયે આ પ્રકારની જ પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં હાલ જ્યા ભાજપના નેતાઓનું નામ છે તે સમયે કોંગ્રેસના નેતાઓનુ નામ લેવામાં આવી રહ્યુ હતુ. જો કે, તેમાં સ્પષ્ટ રૂપે જણાવવામાં આવ્યુ હતુ કે, “સોશિયલ મિડિયામાં જે પ્રકારે નિરવ મોદીના નિવેદનને લઈ જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે. તે તમામ ફર્જી છે.”

જો કે, હાલમાં નિરવ મોદી દ્વારા લંડન કોર્ટમાં નિવેદન આપવામાં આપવામાં આવ્યુ છે કે કેમ તે અંગે પણ જાણવુ જરૂરી હતુ. તેથી અમે ગૂગલ પર “नीरव मोदी का लंदन कोर्ट में बयान” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, નિરવ મોદી દ્વારા હાલમાં લંડન કોર્ટમાં કોઈ નિવેદન આપવામાં નથી આવ્યુ. ત્યારબાદ અમે નિરવ મોદીના વકિલ વિજય અગ્રવાલનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ કેસ પર તેઓ કોઈપણ નિવેદન નહિં આપી શકે.”
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, સોશિયલ મિડિયા પર જે પોસ્ટ શેર કરવામાં આવી રહી છે તે માત્રને માત્ર લોકોને ભ્રામક કરવા માટે જ ફેલાવવામાં આવી રહી છે. જ્યારે વાસ્તવમાં તેને કોઈ લેવા-દેવા નથી. માર્ચ મહિનામાં કોંગ્રેસના નેતાઓ સાથે નિરવ મોદીને જોડવામાં આવ્યો હતો હાલમાં ભાજપના નેતાઓ સાથે નિરવ મોદીને જોડવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત પોસ્ટ માત્રને માત્ર લોકોને ભ્રામક કરવા માટે જ ફેલાવવામાં આવી રહી છે. જ્યારે વાસ્તવમાં તેને કોઈ લેવા-દેવા નથી. માર્ચ મહિનામાં કોંગ્રેસના નેતાઓ સાથે નિરવ મોદીને જોડવામાં આવ્યો હતો હાલમાં ભાજપના નેતાઓ સાથે નિરવ મોદીને જોડવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર નીરવ મોદીએ લંડનની કોર્ટમાં નિવેદન આપ્યુ હતુ કે 32 ટકા જ મારા હતા 68% BJPના હતા….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
