શું ખરેખર આ વીડિયો ભાજપના નેતાનો છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Dhanji Patidar  નામના ફેસબુક યુઝર દ્વારા 4 ઓક્ટોમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મિત્રો….જોવો BJP ના નેતા હવે બેંગકોક માં ભરપૂર વિકાસ કરી રહ્યા છે…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો બેંગકોક ખાતે દારુ પીને મોજ કરી રહેલા ભાજપના નેતાનો છે. આ પોસ્ટને 455 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 92000 થી વધુ લોકો દ્વારા વીડિયો જોવામાં આવ્યો હતો. 145 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 682 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.10.15-04_06_08.png

Facebook Post | Archive | Video Archive

સંશોધન

પોસ્ટના વીડિયોમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર આ વીડિયો બેંગકોક ખાતે નશામાં ધૂત ભાજપાના નેતાનો વીડિયો આ રીતે વાયરલ થયો હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોય અને કોઈને કોઈ મીડિયા દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યાજ હોય એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ बेंगकोक में भाजप के नेता का डान्स સર્ચ કરતાં અમને કોઈ ઠોસ પરિણામ પ્રાપ્ત થયા ન હતા. આ ઉપરાંત ઘણી જગ્યાએ સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયોમાં દેખાતા વ્યક્તિ ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદી છે, જે તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ બન્યા છે. પરંતુ અમે સુધાંશુ ત્રિવેદીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ પ્રકારની માહિતી મેળવવાની કોશિશ કરી તો તેમના દ્વારા પણ આ વીડિયો અંગે ટ્વિટ કરી કોઈ જ માહિતી આપવામાં આવી ન હતી. તેમણે તેમના સત્તાવાર ફેસબુક પેજ પર પણ કોઈ જ માહિતી આ વીડિયો અંગે આપી ન હતી.

અમારી વધુ તપાસમાં અમે એ જાણવાની કોશિશ કરી હતી કે, શું સુધાંશુ ત્રિવેદી દ્વારા તાજેતરમાં બેંગકોકનો પ્રવાસ કરવામાં આવ્યો હતો કે કેમ? તો આ અંગે પણ અમને કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે શું ખરેખર આ વીડિયો બેંગકોક ખાતે ડાન્સ કરી રહેલા કોઈ ભાજપના નેતાનો છે કે કેમ? એ જાણવા માટે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના એક સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધતાં મળેલા પરિણામો પરથી અમને એ માલૂમ પડ્યું હતું કે, કેટલાક લોકો આ વીડિયોમાં રહેલા વ્યકતિને એન્ટી કરપ્શન પર મલેશિયાઈ સલાહકાર બોર્ડના સભ્ય સાથે જોડાયેલો હોવાનું માને છે. હજુ સુધી આ વીડિયો અંગે અમને કોઈ વધુ માહિતી મળી નથી.

image3.png

Facebook | Archive

હવે ઉપરોક્ત વીડિયોમાં દેખાતો વ્યક્તિ ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદી તો નથી જ એ સ્પષ્ટ સાબિત થાય છે પરંતુ એ સ્પષ્ટ નથી કે એ વ્યક્તિ કોણ છે. નીચે તમે સાંસદ સુધાંશુ ત્રિવેદી અને વીડિયોમાં દેખાતા વ્યક્તિના ચહેરાની સરખામણી જોઈ શકો છો.

image2.png

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા સાથે આ વીડિયો અંગે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, વીડિયોમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે તે કોઈ ભાજપનો નેતા નથી. જનતાના દિલમાં રહેલી ભાજપની સ્વચ્છ છબીને ડહોળવા માટે કેટલાક રાજકીય પક્ષો કે ઠગબાજો દ્વારા આ પ્રકારની ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવતી હોય છે.

2019-10-15.png

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ વીડિયોમાં દેખાતો વ્યક્તિ ભાજપનો કોઈ નેતા નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયોમાં દેખાતો વ્યક્તિ અજ્ઞાત છે. તે ભાજપનો નેતા હોવાનું ક્યાંય પણ સાબિત થતું નથી.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર આ વીડિયો ભાજપના નેતાનો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False