
Ajabgajab નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “लो काट लो चालान NH8 पनियाला मोड़” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 26 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 483 લોકોએ આ વિડિયોને નિહાળ્યો હતો. તેમજ 19 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો છે કે. નેશનલ હાઈવે 8 પર પનિયાલા મોડ પર આ પ્રકારે અકસ્માત સર્જાયો હતો તેનો વિડિયો છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામ પરથી અમને ચીનની એક વેબસાઈટ પર આ અકસ્માતને લઈ એક આર્ટીકલ મળ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે. ચીનના હેન્ગુશુઈ સીટી હેબેઈમાં 30 મે 2019 આ પ્રકારે અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક ચાલક દ્વારા ખાનગી કાર અને પોલીરની કારને ઠોકર મારવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે આ ટ્રક ચાલકે પોલીસમેન પર પણ ટ્રક ચળાવી દીધો હતો. જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા તેમજ યુ-ટ્યુબ પર પણ આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો.


આમ ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ભારતના નેશનલ હાઈવે-8નો નહિં પરંતુ ચીનના હેન્ગુશુઈ સીટી હેબેઈનો છે. જ્યાં 30 મે 2019ના આ પ્રકારે ઘટના સર્જાઈ હતી.
પરિણામ
આમ અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ભારતના નેશનલ હાઈવે-8નો નહિં પરંતુ ચીનના હેન્ગુશુઈ સીટી હેબેઈનો છે. જ્યાં 30 મે 2019ના આ પ્રકારે ઘટના સર્જાઈ હતી.

Title:શું ખરેખર નેશનલ હાઈવે-8 પર સર્જાયેલા અકસ્માતનો આ વિડિયો છે…..? જાણો શું છે સત્ય..
Fact Check By: Yogesh KariaResult: False
