શું ખરેખર પાણીના કેરબાને ઠંડુ કરવા લિક્વિડ નાઈટ્રોજનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો…? જાણો શું છે સત્ય……

False સામાજિક I Social

VIRAL#ગુજરાત નામના ફેસબુક યુઝર દ્વારા 28 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 541 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 73 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 761 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મિનરલ વોટરના 20 લિટરના કેરબાને ઠંડો રાખવા માટે લિક્વિડ નાઈટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે. 

FACEBOOK | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો આર્ટીકલ એક વર્ષ જૂનો હોવાનું જાણવા મળ્યુ હતું. પરંતુ આ પ્રકારે હાલ પણ પાણીને ઠંડુ રાખવા માટે લિક્વિડ નાઈટ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે. તે જાણવું જરૂરી હતું. તેથી અમે સૌપ્રથમ ગૂગલ પર મિનરલ વોટર ઠંડુ કરવા નાઈટ્રોજનનો ઉપયોગ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને દિવ્ય ભાસ્કર દ્વારા 9 જૂન 2019ના પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ અમને પ્રાપ્ત થયો હતો. તેમાં પણ તેઓ દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે જ દાવો કર્યો હતો. પરંતુ ક્યાં પ્લાન્ટમાં ક્યાં વિસ્તારમાં આ પ્રકારે મિનરલ વોટરને ઠંડુ કરવા લિક્વિડ નાઈટ્રોજન વપરાય છે. તે જણાવવામાં આવ્યુ ન હતું. દિવ્યભાસ્કર દ્વારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ આપ નીચે વાંચી શકો છો.

ARCHIVE

આમ ઉપરોક્ત પરિણામોમાંથી અમને ક્યા આ પ્રકારે વેપાર ચાલી રહ્યો છે. તે જાણવા મળ્યુ ન હતુ. કદાચ આ પ્રકારના સમાચાર કોઈ ન્યુઝ ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હોય તો, તેથી અમે યુ – ટ્યુબ પર મિનરલવોટરઠંડુકરવાનાઈટ્રોજનનોઉપયોગલખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ત્યારબાદ અમે અમદાવાદ આરોગ્યના અધિકારી ડો. ભાવિન સોલંકી જોડે વાત કરી હતી અને આ પ્રકારે અમદાવાદમાં કોઈ વેપાર ચાલી રહ્યો છે, કેમ તે અંગે પુછતા અમે તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ પ્રકારે કોઈ ફરિયાદ અમને મળી નથી. તેમજ સમયાંતરે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવતુ જ હોય છે. હજુ સુધી આ પ્રકારે લિક્વિડ નાઈટ્રોજનથી પાણી ઠંડુ કરતા હોવાનું મારા ધ્યાનમાં આવ્યુ નથી.

F:\DOWNLOAD\YEAR 2019\JULY 2019\03.07.2019\FRANY\2019-07-03.png

ત્યારબાદ, અમે અમદાવાદના મિનરલ વોટરના જૂદા-જૂદા 5 પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ત્યાના વોટર પ્લાન્ટના સંચાલક જોડે અમે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતું કે, “આ વાત સંદતર ખોટી છે. અમે કોઈ નાઈટ્રોજનનો ઉપયોગ નથી કરતા. લોકોના આરોગ્યને નુકશાન થાય તેવું અમે ક્યારેય ન ઈચ્છીએ. જો લોકોના આરોગ્યને નુકશાન થચુ હોય તો તેઓ કોઈ કાયમી અમારી પાસે પાણી ન મંગાવે, અમારી પાસે ઘણા એવા ગ્રાહકો છે જે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી અમારી પાસેથી પાણી મંગાવે છે. તેમજ અમારૂ પાણી પિવાથી હજુ સુધી કોઈ બિમાર પડ્યુ નથી. કે આપ જણાવી રહ્યા છો તેવી બિમારીનો ભોગ બન્યા નથી.”

આમ, અમારી પડતાલમાં ક્યાય પણ સાબિત થતુ નથી કે, લિક્વિડ નાઈટ્રોજનથી પાણી ઠંડુ કરવામાં આવતુ હોય.

પરિણામ

આમ, અમારી પડતાલમાં લિક્વિડ નાઈટ્રોજન થી પાણી ઠંડુ કરવામાં આવતુ હોવાનું સાબિત થતુ નથી. કારણ કે, કોઈપણ સ્થળે આ પ્રકારે પાણી ઠંડુ કરવામાં આવતુ હોવાનું જાણવા મળ્યુ ન હતું. 

Avatar

Title:શું ખરેખર પાણીના કેરબાને ઠંડુ કરવા લિક્વિડ નાઈટ્રોજનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો…? જાણો શું છે સત્ય……

Fact Check By: Yogesh karia 

Result: False