જાણો ઈન્દોરમાં લોકો પાયલોટે સમોસા લેવા માટે ટ્રેન ઉભી રાખી હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્દોરમાં લોકો પાયલોટે સમોસા લેવા માટે ટ્રેન ઉભી રાખી તેનો વીડિયો ભારતનો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એના સાથે મૂકવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. લોકો પાયલોટે સમોસા લેવા માટે નહીં પરંતુ એન્જિનિયરિંગ કામ ચાલતું હોવાથી માલગાડી રોકી હતી . આ વીડિયોને સમોસા સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ગુગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને રતલામ ડિવિઝન (DRM રતલામ) એ તેના સત્તાવાર હેન્ડલ દ્વારા આ દાવાને નકારી કાઢવામાં આવ્યો હોવાની ટ્વિટ 8 જુલાઈ, 2026ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી સ્પષ્ટતા કરી છે કે, વીડિયોમાં દેખાતી ટ્રેન 27237/27600 નંબરની માલગાડી (CGPT) છે, જેને રાઉ યાર્ડ ખાતે ટ્રેક પર સુનિશ્ચિત એન્જિનિયરિંગ કાર્યને કારણે હોમ સિગ્નલ પર રોકવામાં આવી હતી.

રેલવેએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, ટ્રેનને ખોરાક ખરીદવા માટે રોકવામાં આવી ન હતી. આ વીડિયો ખોટી માહિતી સાથે શેર કરવામાં આવી રહ્યો છે અને માલગાડીને રોકવાને પેસેન્જર DEMU ટ્રેનને રોકવા તરીકે ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે.

આ બાબતને લગતી અન્ય પોસ્ટ્સ 8-9 જુલાઈના રોજ ડીઆરએમ રતલામ અને પશ્ચિમ રેલવેના X હેન્ડલ પર પણ કરવામાં આવી હતી; આ પોસ્ટ્સ વાયરલ દાવાઓને ભ્રામક ગણાવીને ફગાવી દે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, CONCOR ગ્રીન ફિલ્ડ પ્રાઇવેટ ટર્મિનલ માલગાડીને સુનિશ્ચિત એન્જિનિયરિંગ કાર્યને કારણે રાઉ હોમ સિગ્નલ પર રોકવામાં આવી હતી અને આ સુનિશ્ચિત સ્ટોપ દરમિયાન જ સહાયક લોકો પાઇલટ ખોરાક અને પીણાં ખરીદતો જોવા મળ્યો હતો.

જેમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, આ વીડિયોને પેસેન્જર DEMU ટ્રેન સાથે ખોટી રીતે જોડવામાં આવી રહ્યો છે, જ્યારે આ ઘટના ખરેખર માલગાડી સાથે સંબંધિત છે.

અમારી વધુ તપાસમાં અમને PTI દ્વારા 8 જુલાઈ, 2026ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં રતલામ ડિવિઝનના પીઆરઓ મુકેશ કુમારે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “આ રૌ યાર્ડની ઘટના છે. માલ ખરીદવા માટે ટ્રેન રોકવાનો દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો છે. ટ્રેનને રોકી દેવામાં આવી હતી કારણ કે એન્જિનિયરિંગનું કામ આગળ ચાલી રહ્યું હતું અને સિગ્નલ મળ્યું ન હતું.”

તેમના મતે વાયરલ વીડિયોમાં એન્જિનની બહાર દેખાતો સ્ટાફ સભ્ય એક ફાજલ ડ્રાઈવર હતો. મુખ્ય લોકો પાયલોટ અને સહાયક લોકો પાયલોટ લોકોમોટિવની અંદર હતા. તેમણે એ દાવાને પણ નકારી કાઢ્યો કે ટ્રેનો દરરોજ તે સ્થાન પર રોકવામાં આવે છે. તેમના મતે, કોઈપણ ટ્રેનનું થોભવું સંપૂર્ણપણે સિગ્નલો અને સંચાલનની સ્થિતિ પર આધાર રાખે છે.

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વાયરલ વીડિયો સાથે આપવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એના સાથે મૂકવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. લોકો પાયલોટે સમોસા લેવા માટે નહીં પરંતુ એન્જિનિયરિંગ કામ ચાલતું હોવાથી માલગાડી રોકી હતી . આ વીડિયોને સમોસા સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો ઈન્દોરમાં લોકો પાયલોટે સમોસા લેવા માટે ટ્રેન ઉભી રાખી હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *