
GujjuBoss – ગુજ્જુબોસ નામના ફેસબુક યુઝર દ્વારા તા 22 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લાડલીને પોલીસની વર્દીમાં જોવા માંગતા હતા પિતા, 22 વર્ષની ઉંમરે બનાવી IPS” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 130 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 139 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

FACEBOOK | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પજતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “rajasthan ips officer list 2019 લખતા” અમને નીચે મુજબના પરિણામ મળ્યા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને રાજસ્થાન પોલીસની ઓફિશીયલ વેબ સાઈટ પર થી IPS અધિકારીનું લિસ્ટ પ્રાપ્ત થયુ હતુ. જે વેબસાઈટ પરથી અમને IPS પૂજા અવાનાની જન્મ તારીખ પ્રાપ્ત થઈ હતી. જેમાં પૂજા અવાનાની જન્મ તારીખ 6 જૂન 1987 જણાવવામાં આવી હતી. જે આપ નીચે જોઈ શકો છો.

ત્યારબાદ અમારી પડતાલને અમે આગળ વધારી હતી અને પૂજા અવાનાએ IPSની પરિક્ષા ક્યારે પાસ કરી તે જાણવા પ્રયત્ન હાથ ધર્યો હતો. તપાસ દરમિયાન અમને discuss.forumias.com નામની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી પર માહિતી પ્રાપ્ત થઈ હતી જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, 245705 રોલ નંબર સાથે પૂજા અવાનાએ માર્ચ 2011માં મેઈન્સની પરીક્ષા પાસ કરી હતી. જે આપ નીચે જોઈ શકો છો.

તેમજ 20 જાન્યુઆરી 2014ના રોજ બહાર પાડવામાં આવેલી IPS ઓફિસરની યાદી પણ અમને મળી હતી જેમાં તેઓ અન્ડર ટ્રેનિંગમાં હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમજ 24 ડિસેમ્બર 2012ના તેમને જોઈનિંગ કર્યુ હોવાનું જણવવામાં આવ્યુ હતું. જે આપ નીચે જોઈ શકો છો.

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને યુ-ટ્યુબ પર “ips pooja awana interview” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરમાં અમને nbc NEWS ને આઈપીએસ પૂજા અવાના દ્વારા આપવામાં આવેલુ એક ઈન્ટરવ્યુ અમને પ્રાપ્ત થયુ હતું. જેમાં તેઓ સ્પષ્ટ જણાવે છે કે 2012ની બેચથી તેઓ IPS બન્યા હતા. તેમજ અજમેરમાં તેમનો પ્રોબેશન પિરિયડ રહ્યો હોવાનો તેમજ પહેલી પોસ્ટિંગ ભરતપુરમાં થઈ હોવાનું તઓ જણાવી રહ્યા છે. જે આપ નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત અમારી પડતાલમાં સ્પષ્ટ થાય છે કે, પૂજા અનાવા વર્ષ 2012માં IPS બન્યા હતા. તેમની જન્મ તારીખ 6 જૂન 1987 છે. તેમજ તેઓએ 24 ડિસેમ્બર 2012ના તેઓ જોઈન થયા હતા. માટે તેઓ જ્યારે તેઓ IPS બન્યા ત્યારે તેમની ઉંમર 25 વર્ષ 6 મહિના અને 18 દિવસની હતી. જે આપ નીચે જોઈ શકો છો.

પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પૂજા અનાવા IPS બન્યા ત્યારે તેમની ઉંમર 25 વર્ષ ની હતી. તેમજ તેઓનું પહેલુ પોસ્ટિંગ પુષ્કરમાં નહિં પરંતુ ભરતપુરમાં થયું હતું.

Title:શું ખરેખર 22 વર્ષે પૂજા અવાના IPS બની ગયા હતા.? જાણો શું છે સત્ય……
Fact Check By: Frany KariaResult: False
