Fact Check: શું ખરેખર અમેરિકમાં ટ્રેનમાં આ આગ લાગી છે…? જાણો શું છે સત્ય….

આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક પ્લેટફોર્મ પર સળગતી ટ્રેન છે. જેના લગભગ તમામ ડબ્બા સળગી ગયા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમેરિકાના કેલેરામાં ટ્રેનમાં આગ લાગી તેનો આ વીડિયો છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 05 ફેબ્રુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમેરિકાના કેલેરામાં ટ્રેનમાં આગ લાગી તેનો આ વીડિયો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અમને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પેજ પર પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ટ્રેન ડે લાસ સીએરાસ (પર્વતોની ટ્રેન) માં લોકો સવાર હતા ત્યારે આગ લાગી. મોન્ડાવ 8 વાગ્યાની આસપાસ, લા કેલેરા શહેરમાં નાટકીય આગ ફાટી નીકળી. ટ્રેન ડે લાસ સીએરાસ (સીએરા ટ્રેન) પરની એક ટ્રેન કાર આગમાં લપેટાઈ ગઈ હતી. ટાઉન સેન્ટરમાં રિવાડાવિયા અને સાન માર્ટિન શેરીઓના આંતરછેદ પરથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે આગ લાગી.”

https://www.instagram.com/reel/DUVLDIoiJTM/?utm_source=ig_web_copy_link

આ ક્લુના આધારે તપાસ કરતા અમને Eldoce નામની ન્યૂઝ ચેનલનું બુલેટિયન પ્રાપ્ત થયુ હતુ. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “સોમવારે બપોરે, રાત્રે ૮ વાગ્યાની આસપાસ, આર્જેન્ટિનાના લા કેલેરા શહેરમાં નાટકીય આગ ફાટી નીકળી. ટ્રેન ડે લાસ સીએરાસ (સીએરા ટ્રેન) પર એક ટ્રેન કાર આગમાં લપેટાઈ ગઈ. શહેરના કેન્દ્રમાં રિવાડાવિયા અને સાન માર્ટિન શેરીઓના આંતરછેદ પરથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે આગ લાગી.”

Groound.news દ્વારા પણ આ અંગે વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે આ લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો. 

તેમજ આ આગની ઘટનામાં Dxbnewsnetwork દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ ટ્રેનની દુરઘટનાનો વીડિયો અન્ય એંગલથી શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો અમેરિકાનો નથી. પરંતુ આર્જેન્ટિનાના એક શહેરમાં લાગેલી આગનો વીડિયો છે. હાલમાં આ પ્રકારે અમેરિકામાં ટ્રેનમાં કોઈ આગ લાગ નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fact Check: શું ખરેખર અમેરિકમાં ટ્રેનમાં આ આગ લાગી છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia  

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *