
તાજેતરમાં સોશિયલ મીડિયા પર બરફવાળા પહાડ પર ચઢી રહેલા બે લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સિયાચીન ગ્લેશિયર ખાતે દેશની રક્ષા કરી રહેલા જવાનોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બરફવાળા પહાડ પર ચઢી રહેલા બે લોકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતીય જવાનોનો નહીં પરંતુ ભારતીય પર્વતારોહક નરેન્દ્ર કુમારના નેતૃત્વમાં એક ટીમ મેક્સિકોમાં પિકો ડી ઓરિઝાબા પર ચઢી રહી છે, જેની ઊંચાઈ 5,636 મીટર (18,491 ફૂટ) છે તેનો છે. આ વીડિયોને ભારતીય સેનાના જવાનો સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયાલ મીડિયા યુઝર દ્વારા 27 ડિસેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, દુનિયાની સૌથી ઊંચી અને ખતરનાક પોસ્ટ સિયાચીન ગ્લેશિયર પર ભારતીય સેના અડગ રીતે દેશની રક્ષા કરી રહી છે.. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સિયાચીન ગ્લેશિયર ખાતે દેશની રક્ષા કરી રહેલા જવાનોનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજથી સર્ચ કરતાં અમને ફ્રી પ્રેસ જર્નલ દ્વારા 25 ડિસેમ્બર, 2025ના રોજ પ્રકાશિત થયેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં એવું શીર્ષક આપવામાં આવ્યું હતું કે, “ભારતીય પર્વતારોહકોએ મેક્સિકોના સૌથી ઊંચા શિખર, પિકો ડી ઓરિઝાબા, ઉત્તર અમેરિકાના સૌથી ઊંચા જ્વાળામુખી પર વિજય મેળવ્યો”. રિપોર્ટમાં વાયરલ વીડિયોનો સ્ક્રીનશોટ છે. રિપોર્ટ મુજબ, “સહનશક્તિ અને ટીમવર્કના એક નોંધપાત્ર પરાક્રમમાં, ભારતીય પર્વતારોહકોના એક જૂથે ડિસેમ્બર 2025માં મેક્સિકોના સૌથી ઊંચા શિખર અને ઉત્તર અમેરિકાના સૌથી ઊંચા જ્વાળામુખી, પિકો ડી ઓરિઝાબા શિખર સફળતાપૂર્વક સર કર્યું. આ અભિયાનનું નેતૃત્વ ઉચ્ચ-ઊંચાઈ પર ચઢાણ કરનાર નરેન્દ્ર કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું”.
આ સૂચવે છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં મેક્સિકોના પિકો ડી ઓરિઝાબા પર પર્વતારોહકોના જૂથને દર્શાવતા દ્રશ્યો છે.

વધુ તપાસમાં અમને જાણવા મળ્યું કે, નરેન્દ્ર કુમારે 14 ડિસેમ્બર, 2025ના રોજ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ (@narendermountaineer) પર પણ પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો અપલોડ કર્યો હતો. આ પોસ્ટના કેપ્શનમાં જણાવાયું છે કે, “Step by step, breath by breath… summit tak ka safar 🏔️💪” Team on the peak of orizaba in Mexico. This video belongs to @ruslan_gazonio @pankuspan @alex.abramov.everest and the climber is @ruslan_gazonio @pankuspan @alex.abramov.everest inspired by such a brave hero MountainLife #SummitVibes #ClimbTheMountain #HimalayanDream #AdventureTime #TrekkingDiaries #PeakMoment #adventure #climbing #viralreels #dangerous #adventure.”
એક સફળ અભિયાન પર, હરિયાણાના હિસારના નરેન્દ્ર કુમારના નેતૃત્વમાં પર્વતારોહકોની એક ટીમે મેક્સિકોના સૌથી ઊંચા શિખર, 5,636 મીટર (18,491 ફૂટ) પર પિકો ડી ઓરિઝાબા પર ચઢાણ કર્યું. શિયાળાની મુશ્કેલ પરિસ્થિતિઓમાં જમાપા ગ્લેશિયર માર્ગ દ્વારા ચઢાણ ભારતીય પર્વતારોહણમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ દર્શાવે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બરફવાળા પહાડ પર ચઢી રહેલા બે લોકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતીય જવાનોનો નહીં પરંતુ ભારતીય પર્વતારોહક નરેન્દ્ર કુમારના નેતૃત્વમાં એક ટીમ મેક્સિકોમાં પિકો ડી ઓરિઝાબા પર ચઢી રહી છે, જેની ઊંચાઈ 5,636 મીટર (18,491 ફૂટ) છે તેનો છે. આ વીડિયોને ભારતીય સેનાના જવાનો સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો સિયાચીન ગ્લેશિયર ખાતે દેશની રક્ષા કરી રહેલા જવાનોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False


