
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગાડીઓ અને લોકોના ટ્રાફિકનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈરાનમાં મોંઘવારીના લીધે લોકો રસ્તા પર ઉતર્યા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગાડીઓ અને લોકોના ટ્રાફિકનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022માં ઈરાનમાં થયેલા હિંસક પ્રદર્શનનો છે. આ ફોટાને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયાલ મીડિયા યુઝર દ્વારા 9 જાન્યુઆરી, 2026ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ઈરાનમાં મોંઘવારી સામે હિંસક વિરોધ: 100 શહેરોમાં ફેલાયો આક્રોશ, 45 મોત; એરપોર્ટ અને નેટવર્ક સેવાઓ બંધ
ઈરાનમાં વધી રહેલી મોંઘવારી સામે લોકોનો ગુસ્સો હવે વિશાળ હિંસક વિરોધમાં ફેરવાયો છે. આ વિરોધ 100થી વધુ શહેરોમાં ફેલાયો છે અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 45 લોકોના મોત થયા છે.
પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સરકારે તેહરાન એરપોર્ટ બંધ કર્યો છે તેમજ ઇન્ટરનેટ અને ફોન સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. સુરક્ષા દળો અનેક વિસ્તારોમાં તૈનાત કરાયા છે અને સ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે.
વિશ્વભરમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે અને માનવ અધિકાર સંગઠનો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
મારા મતે મોંઘવારી સામે થતા આવા મોટા વિરોધો વિશ્વ રાજકારણ પર શું અસર કરશે? તમારો વિચાર કોમેન્ટમાં લખો. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈરાનમાં મોંઘવારીના લીધે લોકો રસ્તા પર ઉતર્યા તેનો આ ફોટો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ ફોટો સાથેના સમાચાર edition.cnn.com દ્વારા 26 સપ્ટેમ્બર, 2022ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 21 સપ્ટેમ્બરના રોજ ઈરાનના તેહરાન શહેરમાં પોલીસ દ્વારા અટકાયતમાં લેવાયેલી એક મહિલાના મૃત્યુના વિરોધમાં પ્રદર્શનકારીઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ઈરાનમાં થયેલા પ્રદર્શનનો નહીં પરંતુ વર્ષ 2022નો છે.

વધુમાં અમને આ જ ફોટો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. theguardian.com | aljazeera.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગાડીઓ અને લોકોના ટ્રાફિકનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022માં ઈરાનમાં થયેલા હિંસક પ્રદર્શનનો છે. આ ફોટાને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો તાજેતરમાં ઈરાનમાં થયેલી હિંસાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult:Missing Context


