આ ઘટના ખરેખર જાન્યુઆરી 2025માં અમદાવાદની એક શાળામાં બની હતી. હવે તેને મહારાષ્ટ્રના પાલઘરની એક શાળાની તાજેતરની ઘટના તરીકે શેર કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક નાની છોકરી સ્કૂલ યુનિફોર્મ પહેરેલી દેખાય છે. વીડિયોમાં, છોકરી પહેલા થોડીવાર માટે ઉભી રહે છે, પછી આગળ વધીને ખુરશી પર બેસે છે. પછી તે ખુરશી પરથી પડી જાય છે. નજીકમાં ઉભેલા શિક્ષકો છોકરી પાસે આવે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “મહારાષ્ટ્રના પાલઘરની શાળામાં હાલમાં બનેલી ઘટનાનો આ વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
News18 Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 નવેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહારાષ્ટ્રના પાલઘરની શાળામાં હાલમાં બનેલી ઘટનાનો આ વીડિયો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને દિવ્ય ભાસ્કરનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ગુજરાતના અમદાવાદના થલતેજમાં ત્રીજા ધોરણમાં ભણતી 8 વર્ષની એક છોકરીનું શાળામાં મૃત્યુ થયું. અચાનક, તેણીને છાતીમાં દુખાવો થયો, તે લોબીમાં ખુરશી પર બેઠી અને પછી પડી ગઈ. શાળાના કર્મચારીઓએ તાત્કાલિક તેણીને હોસ્પિટલમાં ખસેડી. સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ થયું. ડોક્ટરોએ અહેવાલ આપ્યો કે તેણીનું હૃદય બંધ થઈ ગયું છે, અને શંકા છે કે તેણીનું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું છે.”

તેમજ વધુ સર્ચ કરતા અમને રિપબ્લિક વર્લ્ડનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે પણ ઉપરોક્ત માહિતી આપવામાં આવી હતી અને આ જ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
હાલની પાલઘરની ઘટના શું છે.?
તેમજ વધુ સર્ચ કરતા અમને બીબીસીનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં, એક મહિલા શિક્ષિકાએ 13 વર્ષની છોકરીને શાળાએ મોડી પહોંચવા પર 1૦૦ વખત બેસવા માટે મજબૂર કરી હતી. ત્યારબાદ છોકરીની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને મુંબઈમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. આ કેસમાં આરોપી શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે. વાલિવ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે શિક્ષિકાને વસઈના સતીવલી સ્થિત ખાનગી શાળામાંથી કાઢી મૂકવામાં આવી છે. ભારતીય દંડ સંહિતા હેઠળ હત્યા ન ગણાતા ગુનાહિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ઘટના ખરેખર જાન્યુઆરી 2025માં અમદાવાદની એક શાળામાં બની હતી. હવે તેને મહારાષ્ટ્રના પાલઘરની એક શાળાની તાજેતરની ઘટના તરીકે શેર કરવામાં આવી રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:Fact Check: શાળામાં બાળકીના મૃત્યુનો વીડિયો મહારાષ્ટ્રનો નહીં, પણ ગુજરાતનો છે. જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading


