
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાજવાદી પાર્ટીની લાલ રંગની ટોપી પહેરીને રડી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં બિહારની ચૂંટણી પછી કોંગ્રેસની શું હાલત થઈ તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સમાજવાદી પાર્ટીની લાલ રંગની ટોપી પહેરીને રડી રહેલા વ્યક્તિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ ફેબ્રુઆરી 2025નો છે. જેમાં સપા સાંસદ અવધેશ પ્રસાદ અયોધ્યામાં એક દલિત યુવતીની થયેલી કરપીણ હત્યા મામલે તેને ન્યાય અપાવવા કરવામાં આવેલી એક પ્રેસ કોન્ફરન્સમાં રડી પડ્યા હતા. આ વીડિયોને બિહારમાં યોજાયેલી ચૂંટણી સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે…?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 14 નવેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સવારથી Eco System ની આ હાલત છે. 😃🤓😃 એ સ્તરની હાસ્યાસ્પદ વાતો થઈ રહી છે કે દરેકનો ક્યાં અને કેટલો ઉલ્લેખ કરવો?! સ્તરનો શત્રુ મળવો એ પણ સૌભાગ્યની વિષય હોય છે. એ સૌભાગ્યથી આપણે સૌ વંચિત છીએ.. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં બિહારની ચૂંટણી પછી કોંગ્રેસની શું હાલત થઈ તેનો છે.
https://www.facebook.com/share/r/197Cznoo1o
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો સાથેના સમાચાર indiatv.in દ્વારા 2 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ફૈઝાબાદના સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેઓ રડી પડ્યા હતા. ગઈકાલે અવધેશ પ્રસાદે અયોધ્યામાં નિર્દયતાથી હત્યા કરાયેલી દલિત છોકરીના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને તેમણે તેમને ન્યાયની ખાતરી આપી. શુક્રવાર સાંજથી ગુમ થયેલી એક યુવતીનો મૃતદેહ અયોધ્યામાં નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. તેના લોહીથી લથપથ કપડાં લાશની નજીક મળી આવ્યા હતા. બળાત્કાર અને પછી હત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહનો કબજો લીધો અને તપાસ શરૂ કરી. પોલીસે એક યુવાનની પણ અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે.

આ જ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ndtv.in | livehindustan.com
અમારી વધુ તપાસમાં અમને આ જ વીડિયો અને માહિતી સાથેના સમાચાર ઝી ન્યૂઝ દ્વારા પણ 2 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સમાજવાદી પાર્ટીની લાલ રંગની ટોપી પહેરીને રડી રહેલા વ્યક્તિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ ફેબ્રુઆરી 2025નો છે. જેમાં સપા સાંસદ અવધેશ પ્રસાદ અયોધ્યામાં એક દલિત યુવતીની થયેલી કરપીણ હત્યા મામલે તેને ન્યાય અપાવવા કરવામાં આવેલી એક પ્રેસ કોન્ફરન્સમાં રડી પડ્યા હતા. આ વીડિયોને બિહારમાં યોજાયેલી ચૂંટણી સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:જાણો તાજેતરમાં બિહાર ચૂંટણી પછી કોંગ્રેસની હાલતના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Missing Context


