નીતિશ કુમારનો વાયરલ વીડિયો, જેમાં તેમણે ભૂલથી કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ફરીથી મુખ્યમંત્રી બનવા જોઈએ, તે તાજેતરનો નથી. ગયા વર્ષની લોકસભા ચૂંટણી રેલીનો જૂનો વીડિયો છે.

બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન ચાલી રહ્યુ છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં નીતિશ કુમાર મંચ પરથી ભાષણ આપી રહ્યા છે. આ ભાષણ દરમિયાન તેઓ કહી રહ્યા છે કે, “જેમાં તેમણે ભૂલથી કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ફરીથી મુખ્યમંત્રી બનવા જોઈએ.” આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નીતિશ કુમારે હાલમાં રેલી દરમિયાન કહ્યુ કે નરેન્દ્ર મોદી ફરી સીએમ બનવા જોઈએ.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 31 ઓક્ટોબર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નીતિશ કુમારે હાલમાં રેલી દરમિયાન કહ્યુ કે નરેન્દ્ર મોદી ફરી સીએમ બનવા જોઈએ.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને 26 મે 2024ના રોજ NDTVની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલા વીડિયોના લાંબા સંસ્કરણ પર લઈ જવામાં આવ્યા. વીડિયોના વર્ણનમાં લખ્યું હતું કે, “નીતીશ કુમારે આજે ભૂલથી સૂચવ્યું કે તેઓ ઈચ્છે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી મુખ્યમંત્રી બને. જોકે, 73 વર્ષીય નીતીશ કુમારની જીભ લપસી ગઈ તે સ્ટેજ પરના અન્ય નેતાઓ દ્વારા પકડી લેવામાં આવી.”
તેમજ વધુ સર્ચ કરતા અમને 27 મે 2024ના રોજ ટાઇમ્સ નાઉના સત્તાવાર ફેસબુક પેજ પર આવો જ એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની બીજી ભૂલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં તેમને એમ કહેતા સાંભળી શકાય છે કે તેઓ નરેન્દ્ર મોદીને ફરી એકવાર ‘મુખ્યમંત્રી’ બનતા જોવા માંગે છે. કુમાર ચાલુ લોકસભા ચૂંટણીઓ વચ્ચે પીએમ મોદીના નેતૃત્વ માટે રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA)ની રેલીને સંબોધિત કરી રહ્યા હતા.”
https://www.facebook.com/share/v/1KGh4pPU7R
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, નીતિશ કુમારનો વાયરલ વીડિયો, જેમાં તેમણે ભૂલથી કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ફરીથી મુખ્યમંત્રી બનવા જોઈએ, તે તાજેતરનો નથી. ગયા વર્ષની લોકસભા ચૂંટણી રેલીનો જૂનો વીડિયો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:નીતિશ કુમારની ભૂલનો જૂનો વીડિયો તાજેતરની ઘટના તરીકે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult:Missing Context


