
Pagal Gujju નામના ફેસબુક યુઝર દ્વારા તા 18 મે 2019 ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. હવે આવી ગયા છે બજારમાં બટેટા અને મકાઈ દ્વારા બનેલા બેગ, તમે આ બેગ ગાયને ખવડાવી શકો છો શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ સાથે એક આર્ટીકલ પણ શેર કરવામાં આવ્યો હતો, અને દાવો કરવામાં આવ્યો હતો કે બજારમાં હવે બટેટા અને મકાઈ દ્વારા બનાવેલી બેગ આવી ગઈ છે, જેનો પ્લાન્ટ દિલ્હિમાં છે. આ પોસ્ટ પર 515 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, તેમજ 16 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા, તેમજ 704 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.
Archive | Photo Archive |Article Archive
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે, સૌ પ્રથમ ઉપરોક્ત આર્ટીકલ ધ્યાનથી વાંચતા તેમાં કઈ કંપની દ્વારા આ પ્લાન્ટ નાખવામાં આવ્યો તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. આથી અમે ગૂગલ પર “corn and potao bags plant in Delhi” લખતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.

ઉપોરક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનો પ્લાન્ટ નાખવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યુ ન હતુ. પરંતુ ENVIGREEN કંપની દ્વારા આ પ્રકારની બેગ બનાવવામાં આવતી હોવાનુ જાણવા મળ્યુ હતુ.

ઉપરોક્ત કંપની દ્વારા પણ વર્ષ 2016માં કતાર દેશમાં પોતાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો અને હાલ તેમને પ્લાન્ટ બેગ્લોર સીટીમાં હોવાનુ જણાવવામાં આવ્યુ હતુ અને હાલ 13 દેશમાં આ કંપની દ્વારા આ પ્રકારની બેગ મોકલવવામાં આવી રહી છે.
ત્યારબાદ ગુજરાતમાં આ પ્રકારની બેગ ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા અમે ગુજરાતના પ્લાસ્ટીક બેગનું વેચાણ કરતા વેપારી સાથે વાત કરી હતી, તેમના દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “હાલ ગુજરાતમાં આ પ્રકારની બેગનું વેચાણ કરવામાં આવતુ નથી. જે લોકોને જરૂરીઆત હોય તે ઓનલાઈન આ પ્રકારની બેગ મંગવતા હોય છે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ દિલ્હીમાં કોઈ પ્લાન્ટ આ પ્રકારની બેગનો નાખવામાં આવ્યો નથી. તેમજ ગુજરાતમાં પણ આ પ્રકારની બેગનું કોઈ વેચાણ થતુ હોવાનું જાણવા મળ્યુ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, દિલ્હીમાં આ પ્રકારની બેગનો પ્લાન્ટ નાખવામાં આવ્યો હોવાનું ક્યાય સાબિત થતુ નથી અને ગુજરાતના માર્કેટમાં આ પ્રકારની કોઈ બેગ વેચવામાં આવતી નથી.

Title:શું ખેરખર ભારતમાં હવે બટેટાની અને મકાઈની બેગ આવી..? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
