આ વીડિયો હાલની લોકસભાની ચૂંટણી દરમિયાનનો નહીં પરંતુ ત્રણ વર્ષ પહેલા આગ્રાના બાહ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના નેતાઓના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

લોકસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે અને ચૂંટણી તેના અંત તરફ આગળ વધી રહી છે ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને લોકો દાવો કરી રહ્યા છે કે “લોકોએ મત માંગવા ગયેલા BJP નેતાઓના વાહનોમાં તોડફોડ કરી હતી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 20 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “લોકોએ મત માંગવા ગયેલા BJP નેતાઓના વાહનોમાં તોડફોડ કરી હતી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને TV9 Bharatvarsh દ્વારા 8 ડિસેમ્બર 2021ના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેમાં આ જ વીડિયો શેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “આગ્રાના બાહ વિધાનસભા ક્ષેત્રમાં, ભદાવર મહારાજ તરીકે ઓળખાતા ભૂતપૂર્વ પ્રધાન અરિદમન સિંહ અને ભૂતપૂર્વ બ્લોક વડા સુગ્રીવ સિંહ ચૌહાણના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. બંનેના સેંકડો સમર્થકો સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો થયો હતો.”
તેમજ અમે વધુ સર્ચ કરતા અમને 7 ડિસેમ્બર 2021ના રોજ આજતકની વેબસાઇટ પર પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, આગ્રાના બાહ વિસ્તારમાં પૂર્વ મંત્રી અરિદમન સિંહ અને પૂર્વ બ્લોક ચીફ સુગ્રીવ સિંહ ચૌહાણના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. જેમાં ભાજપના ઝંડા લઈને આવેલા અડધા ડઝનથી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર વિવાદ બાહ વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ મળવાના દાવા સાથે જોડાયેલો છે.

તેમજ આજતક ગ્રુપની અન્ય ચેનલ યુપી તક દ્વારા પણ આ સમાચારને વિસ્તૃત પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ત્રણ વર્ષ પહેલા આગ્રાના બાહ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના નેતાઓના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ વીડિયોને તાજેતરની લોકસભાની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા જ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Election 2024: આગ્રામાં બીજેપી નેતાઓના સમર્થકો વચ્ચેની અથડામણનો વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ…
Fact Check By: Frany KariaResult: Misleading
