આ ફોટો હાલની લોકસભા ચૂંટણી દરમિયાનના પ્રથમ ચરણના મતદાન દરમિયાનનો નહીં પરંતુ વર્ષ 2022માં યોજાયેલી યુપી વિધાનસભા ચૂંટણી દરમિયાનનો છે.

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને પહેલા ચરણનું મતદાન પણ પૂર્ણ થઈ ગયુ છે. ત્યારે હાલમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં બુર્ખા પહેરેલી મહિલાઓની વચ્ચે એક સાડી પહેરેલી મહિલાને પણ જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન દરમિયાનની આ તસ્વીર છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 20 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન દરમિયાનની આ તસ્વીર છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Reuters દ્વારા 7 માર્ચ 2022ના પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ જ ફોટો પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “7 માર્ચ, 2022ના રોજ ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કા દરમિયાન મતદાન મથક પર મત આપવા માટે મતદારો કતારમાં ઉભા છે.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલની લોકસભા ચૂંટણી દરમિયાનના પ્રથમ ચરણના મતદાન દરમિયાનનો નહીં પરંતુ વર્ષ 2022માં યોજાયેલી યુપી વિધાનસભા ચૂંટણી દરમિયાનનો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:મહિલાઓની કતારનો આ ફોટો પ્રથમ ચરણના મતદાન દરમિયાનનો નથી…. જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
