આ વીડિયો તેલગંણાના જનગાંવનો છે પ્રદર્શન દરમિયાન ટીઆરએસના લોકોએ પીએમ મોદીનું પૂતળું બાળવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેના જવાબમાં બીજેપી કાર્યકર્તાઓ વિરોધ સ્થળ પર પહોંચ્યા અને વડાપ્રધાનના પૂતળા દહનનો વિરોધ કરવા લાગ્યા. જેના કારણે બે જૂથો વચ્ચે મારામારી શરૂ થઈ હતી. અથડામણમાં ટીઆરએસના લોકોએ ભાજપના કાર્યકરોનો પીછો કર્યો હતો,

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. જે વીડિયોમાં ભાજપાનો ખેસ પહેરેલા બે વ્યક્તિને લોકો માર મારી રહ્યા હોવાનું જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર દરમિયાન ભાજપાના કાર્યકર્તાઓને મારમારવામાં આવ્યો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ફેસબુક યુઝર્સ દ્વારા તારીખ 14 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર દરમિયાન ભાજપાના કાર્યકર્તાઓને મારમારવામાં આવ્યો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને ધ્યાનથી જોતા અમને એક ટ્રાફિક સિગ્નલ પરનું બોર્ડ જોવા મળ્યુ હતુ. જેમાં લખ્યુ હતુ કે, “JANGAON TRAFFIC POLICE” જે તમે નીચે જોઈ શકો છો.

જે ક્લુના આધારે અમે સર્ચ કરતા અમને TV9 તેલુગૂનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “જનગાંવમાં ભાજપ અને સત્તાધારી તેલુગુ રાષ્ટ્ર સમિતિના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું.”
NTV તેલુગૂ નામની યુટ્યુબ ચેનલ દ્વારા પણ આ ઘટના અંગેનો વિશેષ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં પણ માહિતી આપવામાં આવી હતી કે, “જનગાંવમાં ટીઆરએસ અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી.”
તેમજ વધુ સર્ચ કરતા અમને ધ હિંદુ દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલ મુજબ, “TRS કાર્યકર્તાઓ રાજ્યસભામાં પીએમ મોદીના ભાષણને લઈને જનગાંવમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. મોદીએ રાજ્યસભામાં કહ્યું હતું કે 2014માં આંધ્રપ્રદેશનું વિભાજન યોગ્ય રીતે થયુ ન હતું.”
વધુ માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, “પ્રદર્શન દરમિયાન ટીઆરએસના લોકોએ પીએમ મોદીનું પૂતળું બાળવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેના જવાબમાં બીજેપી કાર્યકર્તાઓ વિરોધ સ્થળ પર પહોંચ્યા અને વડાપ્રધાનના પૂતળા દહનનો વિરોધ કરવા લાગ્યા. જેના કારણે બે જૂથો વચ્ચે મારામારી શરૂ થઈ હતી. અથડામણમાં ટીઆરએસના લોકોએ ભાજપના કાર્યકરોનો પીછો કર્યો હતો, જેમાં ભાજપના છ કાર્યકરો ઘાયલ થયા હતા.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયોને હાલની લોકસભાની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી, ટીઆરસી અને બીજેપીના કાર્યકરો વચ્ચે થયેલા ઝઘડાનો આ વીડિયો જૂનો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:ભાજપાના કાર્યકરો પર થયેલા હુમલાને હાલની લોકસભાની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
