શું ડિસ્પોઝેબલ ફોન લોન્ચ થવા જઈ રહ્યો છે.? ખોટા દાવા સાથે પ્રેન્ક વીડિયો વાયરલ…. જાણો શું છે સત્ય….

આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હકીકતો તપાસ્યા પછી અમને જાણવા મળ્યું કે ડિસ્પોઝેબલ ફોનનો આ વીડિયો એક પ્રેન્ક વીડિયો છે. વાયરલ વીડિયોમાં કોઈ સત્યતા નથી. આ વીડિયો 2016 થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

સોશિયલ મીડિયા પર 2 મિનિટ 46 સેકન્ડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ડિસ્પોઝેબલ પેપર ફોન વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. તે વ્યક્તિએ તેના હાથમાં સફેદ રંગનો કાગળ પકડ્યો છે અને તે કાગળમાંથી ફોન કરતો જોઈ શકાય છે. વાયરલ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે “એક ડિસ્પોઝેબલ ફોન તૈયાર કરવામાં આવ્યો છે, જે ટૂંક સમયમાં સામાન્ય લોકો માટે લોન્ચ કરવામાં આવશે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Diu Parivar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 જાન્યુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “એક ડિસ્પોઝેબલ ફોન તૈયાર કરવામાં આવ્યો છે, જે ટૂંક સમયમાં સામાન્ય લોકો માટે લોન્ચ કરવામાં આવશે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વાયરલ વીડિયોને ધ્યાનથી જોતા અમને વીડિયોના તળિયે TruTV નામનો લોગો જોવા મળ્યો.

જ્યારે અમે ટ્રુટીવી લખીને યુટ્યુબ પર સર્ચ કર્યું ત્યારે અમને આની યુટ્યુબ ચેનલ મળી. જેમાં 17 જૂન 2016ના રોજ વાયરલ થયેલો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. વિડિયોના શીર્ષકમાં ધ કાર્બોનારો ઈફેક્ટ – ડિસ્પોઝેબલ પેપર ફોન્સ લખવામાં આવ્યુ હતુ.

વાયરલ વિડિયોનો ઓરિજિનલ વીડિયો અહીં જુઓ. આ વીડિયો 2016થી ઇન્ટરનેટ પર છે. સ્પષ્ટ છે કે વીડિયો જૂનો છે. 

અમે હજુ પણ વિશ્વાસ નથી કરી શકતા કે આના જેવો ડિસ્પોઝેબલ ફોન બની શકે છે. અમે વીડિયોનું વર્ણન જોયું, જ્યાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે તે એક પ્રેન્કનો વીડિયો છે.

વિડિયોના વર્ણન મુજબ, તે ધ કાર્બોનારો ઈફેક્ટ નામના શોનો છે, અને ગુપ્ત કેમેરા દ્વારા રેકોર્ડ કરાયેલા પ્રેન્ક હતી. મળતી માહિતી મુજબ, “માઈકલ કાર્બોનારો વ્યવસાયે જાદુગર છે, પરંતુ દિલથી પ્રેંકસ્ટર છે. કાર્બોનારો એવા સ્ટંટ કરે છે જે લોકોને આશ્ચર્યચકિત કરે છે અને ગુપ્ત કેમેરા દ્વારા કેદ થાય છે.

દુકાન પર આવતા ગ્રાહકો કાર્બોનારોના આવા પરાક્રમથી દંગ અને આનંદિત થઈ જાય છે. શું થઈ રહ્યું છે તેનો તેમને કોઈ ખ્યાલ ન હોય તો પણ.

અમે માઈકલ કાર્બોનારોના ભૂતકાળમાં તપાસ કરી અને જાણ્યું કે કાર્બોનારોએ “હેપ્પીલી ડિવોર્સ્ડ,” “30 રોક,” “ગ્રેની એનાટોમી” અને “CSI મિયામી” જેવા શોમાં વારંવાર ટેલિવિઝન પર હાજરી આપી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, હકીકતો તપાસ્યા પછી અમને જાણવા મળ્યું કે ડિસ્પોઝેબલ ફોનનો આ વીડિયો એક પ્રેન્ક વીડિયો છે. વાયરલ વીડિયોમાં કોઈ સત્યતા નથી. આ વીડિયો 2016 થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ડિસ્પોઝેબલ ફોન લોન્ચ થવા જઈ રહ્યો છે.? ખોટા દાવા સાથે પ્રેન્ક વીડિયો વાયરલ…. જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False