શું ખરેખર અમદાવાદના મોટેરાના રિલાયન્સ મોલમાં નોકરી આપવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ છેલ્લા ચાર વર્ષ થી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમજ આ પ્રકારે કોઈ નોકરી આપવામાં આવી રહી નથી.

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં અમદાવાદના રિલાયાન્સ મોલ અને અન્ય શહેરોમાં પણ વિવિધ જગ્યાઓ પર જૂદી-જૂદી પોસ્ટ માટે ભરતી અંગે માહિતી આપવામાં આવી રહી છે. જે મેસેજ તમે નીચે જોઈ શકો છો.

અરજન્ટ માણસો જોઈએ છે. Reliance mall motera Ahmedabad 8 પાસ 10 પાસ  પગાર -; ૮ કલાક ના 15000 /- overtime xના ૧ કલાક ના 250/ એક time જમવાનું ચા નાસ્તો  બસ લેવા મુકવા આવશે રવિ વાર ના 1000 થી 1500 અલગ થી ૫000 રૂપિયા બોનસ હાજરી કંપ્લીટ હશે તો  વહેલા તે પહેલા ના ધોરણે રજિસ્ટ્રેસશન કરવો કોઈ ઇન્ટરવ્યૂ નથી તરત સિલેકશન  Timing and Salary 1) 8 kalak Na =15000/- 2) 10 kalak na =20000/- 3) 12 Kalak Na 25000/- Permanently Job in ahmedabad….urgent requirement Mo:9601807756 9106382522 (HR) તમારે જરૂર ન હોય તો આગળ ફોરવર્ડ કરી કોઇને રોજગારી પુરી પાડવામાં મદદ કરવા વિનંતી છે  મે મારી જાગૃત નાગરિક હોવાની ફરજ પુરી કરી હવે તમારો વારો છે…”  

આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદના મોટેરામાં તેમજ રાજ્યના અન્ય શહેરોમાં રિલાયન્સ મોલમાં નોકરી આપવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vipul Makwana નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જાન્યુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમદાવાદના મોટેરામાં તેમજ રાજ્યના અન્ય શહેરોમાં રિલાયન્સ મોલમાં નોકરી આપવામાં આવી રહી છે.”

Facebook | Fb post Archive | Facebook

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને નંબર પર ફોન કરી અને સત્યતા તપાસવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ બંને નંબર બંધ આવી રહ્યા હતા.

ત્યારબાદ અમે સોશિયલ મીડિયામાં આ મેસેજેને લઇ તપાસ શરૂ કરી હતી. દરમિયાન અમને 2 મે 2019ના ફેસબુકમાં આ જ પોસ્ટ પ્રાપ્ત થઈ હતી.જે તમે નીચે જોઈ શકો છો.

ફેસબુક | સંગ્રહ

ત્યારબાદ અમે મોટેરામાં આવેલા રિલાયન્સ ફ્રેશ મોલની મુલાકાત લીધી હતી. ત્યા હાજર મેનેજર દ્વારા અમને જણાવવામાં આવ્યુ હતુ કે, “આ મેસેજ છેલ્લા ઘણા વર્ષોથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ સત્યતાથી દૂર છે. આ પ્રકારે કોઈ નોકરી આપવામાં આવી રહી નથી. કોઈ આવારાતત્વો દ્વારા આ પ્રકારે ખોટો મેસેજ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. લોકોને વિનંતી છે કે આ મેસેજ સત્ય ન માને અને આગળ ન મોકલે.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ છેલ્લા ચાર વર્ષ થી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમજ આ પ્રકારે કોઈ નોકરી આપવામાં આવી રહી નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર અમદાવાદના મોટેરાના રિલાયન્સ મોલમાં નોકરી આપવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False