Fake Check: નામિબિયાથી આવેલા ચિત્તા દ્વારા ગાયનો શિકાર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઓગસ્ટ મહિનાનો છે. 

આપણે બધા જાણીએ છીએ કે ચિત્તા વિશ્વનું સૌથી ઝડપી ભૂમિ પ્રાણી છે. પરંતુ શું તમે જાણો છો કે જંગલની આ જંગલી બિલાડી કરતા શું ઝડપી છે.? તમે તે સાચું અનુમાન લગાવ્યું ! મેમ્સ અને ખોટી માહિતી ચિત્તા કરતાં વધુ ઝડપથી ચાલે છે. વિશ્વનો પ્રથમ ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટ શરૂ કરીને, ભારત સરકારે નામિબિયાથી 8 ચિત્તા ભારતમાં લાવ્યા. તેઓ ગ્વાલિયર ખાતે વિશેષ ફ્લાઇટમાં પહોંચ્યા હતા.

ઓલિમ્પિક મેડલ વિજેતાઓ માટે પણ જોવામાં ન આવે તેટલા અસાધારણ ધામધૂમથી સમાચાર માધ્યમોએ તેમનું સ્વાગત કર્યું. તે નેટીઝન્સની સર્જનાત્મકતા પણ બહાર લાવી જેણે દેશના નવા મહેમાનો વિશે મીમ્સ અને જોક્સ શેર કરવામાં કોઈ સમય બગાડ્યો નહીં. તમામ ઉત્સવ અને ઉલ્લાસ વચ્ચે, ભ્રામક અને જુના વિડીયો અને ફોટો પણ સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવ્યા હતા.

આ વચ્ચે એક વિડિયોને શેર કરવામાં આવી રહ્યો છે અને આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિદેશથી આવેલા ચિત્તા દ્વારા ભારતમાં આવ્યા બાદ ગાયનો શિકાર કરવામાં આવ્યો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rabari Narsinhbhai Devkapdi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 સપ્ટેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિદેશથી આવેલા ચિત્તા દ્વારા ભારતમાં આવ્યા બાદ ગાયનો શિકાર કરવામાં આવ્યો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, “આ વિડિયોમાં જોવા મળતુ જાનવર ચિત્તો નથી પરંતુ  ઉત્તરાખંડના રાનીખેત પાસે ગાય પર હુમલો કરનાર દિપડો હતો.

તમે 16 ઓગસ્ટ 2022ના રોજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર અપલોડ કરેલ વિડિયો જોઈ શકો છો જેમાં જણાવવામાં આવ્યું હતું કે દિપડાના મજબૂત જડબાએ ગાયની ગરદનને ત્યાં સુધી પકડી રાખી હતી જ્યાં સુધી ગાયએ પોતાનો જીવ છોડી ન દિધો. છેલ્લા કેટલાક સમયથી પહાડી રાજ્યમાં દિપડાના હુમલામાં વધારો થયો છે.

તેમજ વધુ તપાસ આગળ વધારી હતી ત્યારે અમને ‘Ranikhet News’ નામના સ્થાનિક મિડિયા દ્વારા આ વિડિયોને શેર કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઉત્તરાખંડનો છે, મધ્યપ્રદેશનો હોવાની વાત તદ્દન ખોટી છે. તેમજ વિડિયોમાં જોવા મળતો શિકારી પ્રાણી દિપડો છે. ચિત્તો નહિં.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake Check: નામિબિયાથી આવેલા ચિત્તા દ્વારા ગાયનો શિકાર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False