ભારતીય સેના દ્વારા પથ્થર બાજોને ગોળી મારી હોવાના દાવા સાથેના વાયરલ વિડિયોનો સત્ય… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

વાયરલ વિડિયો ભારતનો નથી. તેથી, ભારતીય સૈનિકોએ પથ્થર ફેંકનાર પર ગોળીબાર કર્યાનો દાવો ખોટો છે. આ વીડિયો બોલિવિયાનો છે.

સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો રસ્તા પર પથ્થરમારો કરતા અને ગોળીઓ ચલાવતા જોવા મળે છે. વિડિયોમાં એક વ્યક્તિ પથ્થરમારો કરતાની સાથે જ તેના પર ગોળીબાર કરવામાં આવે છે અને તે ઘાયલ થાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સૈનિકો પર પથ્થરમારો કરનારાઓને ગોળીઓથી જવાબ આપ્યો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

હઠીલો હિન્દુ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સૈનિકો પર પથ્થરમારો કરનારાઓને ગોળીઓથી જવાબ આપ્યો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને વાયરલ વિડિયો રેવિસ્ટા બોલિવિયા યુટ્યુબ ચેનલ પર જોવા મળ્યો. 9 ઓગસ્ટના રોજ પ્રકાશિત આ વિડિયોના શીર્ષક મુજબ વાયરલ થઈ રહેલો વિડિયો બોલિવિયાનો છે.

બોલિવિયન ટીવી વેબસાઈટ અનુસાર, આ કોકા ઉત્પાદકો અને બોલિવિયાના અધિકારીઓ વચ્ચેની અથડામણનો વિડિયો છે. રિપોર્ટ અનુસાર, વિડિયોમાં એક કોકા ખેડૂતે પોલીસ પર ડાયનામાઈટ સ્ટિક ફેંક્યા બાદ સેકન્ડોમાં તેના હાથ પર બીજો ડાયનામાઈટ વિસ્ફોટ થયો. જેનાથી તે ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

તમે આ સમાચાર અહીં, અહીં અને અહીં વાંચી શકો છો. અહેવાલો અનુસાર, વિસ્ફોટમાં વ્યક્તિએ તેનો ડાબો હાથ ગુમાવ્યો હતો.

બોલિવિયન ન્યૂઝ લા રેઝોન ડિજિટલ દ્વારા કરવામાં આવેલી ટ્વિટમાં, વાયરલ વીડિયોના ફૂટેજ કૅપ્શન સાથે સ્ક્રીન પર જોઈ શકાય છે. કૅપ્શનમાં લખ્યું છે કે “FELCC ના #LaPaz ના ડિવિઝનલ કમાન્ડર, રોલાન્ડો રોજાસ અને ફાયર ફાઈટર યુનિટના સભ્યો ડાયનામાઈટના ઉપયોગની પુષ્ટિ કરે છે.

આનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ થઈ રહેલા વીડિયોને ભારત સાથે કોઈ લેવાદેવા નથી.

કોકા ઉત્પાદકો શા માટે વિરોધ કરી રહ્યા છે?

કોકા ઉત્પાદકોનો એક વર્ગ છેલ્લા કેટલાક દિવસોથી બોલિવિયાની રાજધાની લા પાઝમાં ગેરકાયદે કોકા બજારોને બંધ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. જેના કારણે પોલીસ અને ડિપાર્ટમેન્ટલ એસોસિએશન ઓફ કોકા પ્રોડ્યુસર્સ (ADEPCOCA) વચ્ચે ઘર્ષણ થયું છે.

ચિંતાજનક પરિસ્થિતિને જોતાં, બોલિવિયામાં યુએન હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સના કાર્યાલયે કોકા સંઘર્ષમાં “બળના અતિશય ઉપયોગ” વિશે ચિંતા વ્યક્ત કરી અને પક્ષકારો વચ્ચે “સન્માનપૂર્ણ સંવાદ” માટે હાકલ કરી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વિડિયો ભારતનો નથી. તેથી, ભારતીય સૈનિકોએ પથ્થર ફેંકનાર પર ગોળીબાર કર્યાનો દાવો ખોટો છે. આ વીડિયો બોલિવિયાનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ભારતીય સેના દ્વારા પથ્થર બાજોને ગોળી મારી હોવાના દાવા સાથેના વાયરલ વિડિયોનો સત્ય… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False