શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાટણ ખાતે ઈલેક્ટ્રીક સ્કૂટીમાં લાગેલી આગનો છે…? જાણો શું છે સત્ય….

Missing Context સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ઈલેક્ટ્રીક સ્કૂટીમાં અચાનક લાગેલી આગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહિસાગરના લુણાવાડા ખાતે એક ઈલેક્ટ્રીક સ્કૂટીમાં અચાનક આગ લાગી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઈલેક્ટ્રીક સ્કૂટીમાં અચાનક લાગેલી આગનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મહિસાગરનો નહીં પરંતુ પાટણ ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને મહિસાગર સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rajkot Mirror News નામના ફેસબુક પેજ દ્વારા 16 જૂન, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મહીસાગર : લુણાવાડા જૈન સોસાયટી માં ઇલેક્ટ્રિક સ્કુટી માં લાગી આગ: વિડિઓ થયો વાયરલ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહિસાગરના લુણાવાડા ખાતે એક ઈલેક્ટ્રીક સ્કૂટીમાં અચાનક આગ લાગી તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં લોકો ગુજરાતી ભાષા બોલી રહ્યા છે જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો ગુજરાતનો જ છે. ત્યાર બાદ આ વીડિયોમાં સળગી રહેલી સ્કૂટીની નંબર પ્લેટ પર નજર પડતાં અમને GJ24 લખેલું સ્પષ્ટ જોવા મળતું હતું. જેના પરથી અમે એ અંદાજ લગાવ્યો કે, કદાચ આ વીડિયો પાટણ જિલ્લાનો હોઈ શકે છે.

ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને દિવ્યભાસ્કર દ્વારા 12 જૂન, 2022 ના રોજ આજ વીડિયો સાથેના પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પાટણની સુવિધિનાથ સોસાયટી રહેતા હિતેશભાઈના ચાર્જીંગમાં મૂકેલા ઈલેક્ટ્રીક સ્કૂટીમાં અચાનક જ આગ લાગી હતી. જેમાં વાહન બળીને ખાખ થઈ ગયું હતું.

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. shantishram.com | PATAN EXPRESS NEWS

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર ટીવી9 ગુજરાતી દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે પાટણ ખાતે દિવ્ય ભાસ્કરના પત્રકાર સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે,આ ઘટના પાટણ ખાતે જ બની હતી. મહિસાગર ખાતેની ઘટના હોવાની ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઈલેક્ટ્રીક સ્કૂટીમાં અચાનક લાગેલી આગનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મહિસાગરનો નહીં પરંતુ પાટણ ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને મહિસાગર સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાટણ ખાતે ઈલેક્ટ્રીક સ્કૂટીમાં લાગેલી આગનો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context