
હાલમાં બે ફોટા સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વેરાન તળાવ જોવા મળી રહ્યુ છે. જ્યારે બીજા ફોટોમાં લાઈટિંગ અને ડેવલ્પમેન્ટ સાથે તૈયાર સુંદર તળાવ જોવા મળી રહ્યુ છે. આ બંને ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને ફોટા માનસરોવરના છે. જેમાં બીજો ફોટો 1995 બાદના માનસરોવરનો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો એક ફોટો માનસરોવરનો છે. પરંતુ બીજો ફોટો અમદાવાદના કાંકરિયા તળાવનો છે. માનસરોવરનો હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Thakor Ankit નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 નવેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ મહિલાઓ મફત રાશન લેવા માટે લાઈનમાં બેઠી હતી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
ફોટો નંબર 1.
સૌપ્રથમ અમે પ્રથમ ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને Nativeplanet.com નામની વેબસાઈટ પર પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફોટો માનસરોવરનો છે. જે તમે નીચે જોઈ શકો છો.

ફોટો નંબર 2
ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બીજા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Traveltriangle.com વેબસાઈટ પર અમદાવાદના ફરવાના સ્થળની માહિતી આપવામાં આવી હતી. જેમાં પોસ્ટ સાથેનો બીજો ફોટો શેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ કાંકરિયા લેકનો ફોટો છે. જે તમે નીચે જોઈ શકો છો.

ગુજરાત ટુરિઝમ દ્વારા પણ કાંકરિયા તળાવના આ ફોટોને શેર કરવામાં આવ્યો હતો. તેમજ અમદાવાદસીટી.ગોવ.ઈન વેબસાઈટ દ્વારા પણ કાંકરિયા તળાવના આ ફોટોને શેર કરવામાં આવ્યો હતો.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના પ્રાંત અધિકારીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને કન્ફર્મ કર્યુ હતુ કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પહેલો ફોટો પાલનપુરના માનસરોવરનો છે. જ્યારે બીજો ફોટો અમદાવાદના કાંકરિયા તળાવનો છે. માનસરોવરનો હોવાની વાત તદ્દન ખોટી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો એક ફોટો માનસરોવરનો છે. પરંતુ બીજો ફોટો અમદાવાદના કાંકરિયા તળાવનો છે. માનસરોવરનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો માનસરોવરનો છે…?
Fact Check By: Yogesh KariaResult: Partly False
