
હાલ સોશિયલ મિડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાન દેખાઈ રહ્યા છે તેમજ ફોટોમાં દેખાતા અન્ય લોકો સાથે તેઓ વાતો કરી રહ્યા છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના બાડમેરમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થી હિન્દુઓ સાથે વાત કરી રહ્યા છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ફોટો રાજસ્થાનના બાડમેરનો નહિં પરંતુ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાનનો છે. આ ફોટો મધ્ય અથવા દક્ષિણ ગુજરાતના ગામડાનો હોવાનું જાણવા મળ્યુ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Hitesh Patel Nagla નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના બાડમેરમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થી હિન્દુઓ સાથે વાત કરી રહ્યા છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ ફોટો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેબસાઈટ નરેન્દ્ર મોદી.કોમ પર પ્રાપ્ત થઈ હતી. વડા પ્રધાન મોદીની વેબસાઇટ અનુસાર, કટોકટી દરમિયાન આરએસએસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ફોટો સંઘ પ્રચારક તરીકે નિમવામાં આવ્યા ત્યારનો છે. તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના પ્રચારની જવાબદારી નરેન્દ્ર મોદીને સોંપવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ ગુજરાતના એક ગામમાં ચૂંટણી પ્રચાર કર્યાની આ તસવીર છે.
વર્ષ 2014ની ચૂંટણી પ્રચારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાડમેરમાં પાકિસ્તાનથી આવેલા હિન્દુઓને સત્તા આપવાનું વચન આપ્યું હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ફોટો રાજસ્થાનના બાડમેરનો નહિં પરંતુ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાનનો છે. આ ફોટો મધ્ય અથવા દક્ષિણ ગુજરાતના ગામડાનો હોવાનું જાણવા મળ્યુ છે.

Title:શું ખરેખર PM મોદી રાજસ્થાનમાં પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓને મળતા હોય તેની ફોટો છે….?
Fact Check By: Yogesh KariaResult: False
