શું ખરેખર અદાણી ગ્રુપ પર સમાચાર પ્રસારિત કરવાના કારણે પત્રકાર પર હુમલો થયો…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવાન હોસ્પિટલના બેડ પર સુતેલો જોવા મળે છે. જયારે આ જ યુવાનની ફાઈલ તસ્વીર અન્ય ફોટામાં જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ હરિયાણાનો પત્રકાર છે. જેના પર અદાણી ગ્રુપના સમાચાર પ્રસારિત કરવા બદલ હુમલો કરવામાં આવ્યો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, હરિયાણાના પત્રકાર આકર્ષણ ઉપ્પલ પર હુમલો ડ્રગ્સ માફિયા અને ગેંગસ્ટર દ્વારા કરવામાં આવ્યો હતો. અદાણી કંપની સાથે આ કેસને કોઈ-લેવા નથી. લોકોમાં ભ્રામકતા ફેલાવવા ખોટા માહિતી શેર કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ံံံ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ હરિયાણાનો પત્રકાર છે. જેના પર અદાણી ગ્રુપના સમાચાર પ્રસારિત કરવા બદલ હુમલો કરવામાં આવ્યો.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને એક મિડિયા અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ફોટોમાં દેખાતી વ્યક્તિ આઈબીએન24ના પત્રકાર આકર્ષણ ઉપ્પલ છે. જેના પર 7 ડિસેમ્બરના હુમલો કરવામાં આવ્યો હતો.”  

ATAR.IN | ARCHIVE

તેમજ 9 ડિસેમ્બરના હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સિગ્નસ હોસ્પિટલમાં દાખલ પત્રકાર આકર્ષણ ઉપ્પલને મળવા પહોચ્યા હતા. તેમજ પોલીસે 5 હુમલાખોરોની ધરપકડ પણ કરી લીધી હતી. આ અંગેનો સંપૂર્ણ અહેવાલ આઈબીએન24 ન્યુઝ નેટવર્ક દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

તેમજ ધ વાઈર દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે,  “ડ્રગ્સ કેસની સ્ટોરી કર્યા બાદ પત્રકાર આકર્ષણ ઉપ્પલ પર હુમલો કરવામાં આવ્યો હતો.

The wire | Archive

તેમજ અમને એક ન્યુઝ પેપરનું કટિંગ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પત્રકાર પર હુમલો કરવાના કેસમાં પોલીસે ગુરમીત સિંહ ઉર્ફે ઘેલૂ, સિમરદીપ સિંહ ઉર્ફે રાજા, સંજય, સુરજીત, શુભમ ઉર્ફે વિક્કીની ધરપકડ કરવામાં આવી છે.” 

તેમજ હરિયાણા પ્રાઈમ ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટવ્યુમાં ડીએસપી રાજીવ કુમાર દ્વારા આપવામાં આવેલા ઈન્ટવ્યુમાં જણાવે છે કે, “આ લોકો વચ્ચે જૂનો ડખ્ખો હતો. જેના કારણે આ હુમલો કરવામાં આવ્યો છે અને તમામ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.

ARCHIVE

તેમજ અમારી પડતાલને અમે આગળ વધારી હતી. અને રામનગર પોલિસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. રામનગર પોલીસ સ્ટેશનના પ્રભારી જસવદ્રિ તુલ્લીએ જણાવ્યુ હતુ કે, “તમામ આરોપીઓ સામે આઈપીસી કલમ 307 સહિતની કલમો હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કાર્યવાહી ચાલુ છે. જો કે, આ કેસ ડ્રગ્સને રિલેટેડ છે. અદાણી કંપની સાથે આ કેસને કે પત્રકાર આકર્ષણ ઉપ્પલને કોઈ લેવા દેવા નથી.

તેમજ અમે કર્નાલના રામનગર પોલીસ સ્ટેશનમાં તારીખ 7 ડિસેમ્બર 2020ના આકર્ષકના સાથી કર્મચારી રિન્કુ સતબીર દ્વારા નોંધાયેલી ફરિયાદને વાંચી હતી. તેમાં ક્યાંય પણ અદાણીને રિલેટેડ નામ લખવામાં આવ્યુ ન હતુ. ધારા 148, 149, 323, 341, 506, 307, 379B હેઠળ આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

તેમજ અમે ઘટના સમયે પત્રકાર આકર્ષણ ઉપ્પલ જોડે રહેનાર તેમના સાથી કર્મચારી અને આ કેસના મુખ્ય ફરિયાદી રિંકુ સતબીરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આકર્ષણ પર હુમલો ડ્રગ્સ માફિયા અને ગેંગસ્ટર દ્વારા કરવામાં આવ્યો છે અને આ કેસને અને અદાણી કંપની કોઈ લેવા-દેવા નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, હરિયાણાના પત્રકાર આકર્ષણ ઉપ્પલ પર હુમલો ડ્રગ્સ માફિયા અને ગેંગસ્ટર દ્વારા કરવામાં આવ્યો હતો. અદાણી કંપની સાથે આ કેસને કોઈ-લેવા નથી. લોકોમાં ભ્રામકતા ફેલાવવા ખોટા માહિતી શેર કરવામાં આવી રહી છે. 

Avatar

Title:શું ખરેખર અદાણી ગ્રુપ પર સમાચાર પ્રસારિત કરવાના કારણે પત્રકાર પર હુમલો થયો…?

Fact Check By: Yogesh Karia 

Result: False