શું ખરેખર કિસાન આંદોલન દરમિયાન રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

કિસાન આંદોલનને લઈ શરૂઆત થી જ સોશિયલ મિડિયામાં સાચી ખોટી માહિતીઓ શેર કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમુક લોકો રાષ્ટ્રધ્વજ પર પગ રાખીને ઉભેલા દેખાઈ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો કિસાન આંદોલન દરમિયાનની છે અને ખેડૂતો દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ફોટો વર્ષ 2013માં યુકેમાં લેવામાં આવ્યો હતો. હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલન સાથે આ ફોટોનો કોઈ સબંધ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Jagga Jasus નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ ફોટો કિસાન આંદોલન દરમિયાનની છે અને ખેડૂતો દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યુ.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને એક બ્લોગ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવી હતી. તેમજ આ ફોટોમાં 15 ઓગસ્ટ 2013ના લેવામાં આવી હોવાનું પણ જણાવ્યુ હતુ. તેમજ ફોટોમાં “દલ ખાલસા યુકે” લખેલુ પણ જોવા મળે છે. બ્લોગ અનુસાર મધ્ય લંડનમાં ભારતીય ઉચ્ચાયોગ પાસે “સિખોં, કાશમિરિઓ, અને અલ્પસંખ્યક સમૂહોં” ના વિરોધ દરમિયાન 15 ઓગસ્ટ 2013ના લેવામાં આવેલી ફોટો છે. આ વિરોધ સિખોં પર “ભારતીય ઉત્પીડન” અને પંજાબના કબ્જા વિરૂધ્ધનું છે. આ બ્લોગ તમે નીચે વાંચી શકો છો. 

બ્લોગ | સંગ્રહ

તેમજ અમને “દલ ખાલસા યુકે” નામની યુટ્યુબ ચેનલ પણ મળી હતી. જેમાં 2010 અને 2015માં આ વિડિયોને પ્રસારિત કરવામાં આવ્યો હતો. અને જેમાં સિખ અને અન્ય સમુદાયના લોકો લંડનમાં ભારતના સ્વતંત્રતા દિવસ પર ભારત વિરૂધ્ધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. તેમજ અમે વધૂ કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, વાયરલ ફોટોમાં જોવા મળતી વ્યક્તિ “દલ ખાલસા યુકે”ના સદસ્ય છે જેનુ નામ સરદાર મનમોહન સિંહ ખાલસા છે. મનમોહનસિંહ ખાલસા દલ ખાલસા યુકેના સંસ્થાપકોમાંથી એક છે. 20 નવેમ્બર 2017ના અંગ વિફળતાને કારણે તેમનું મૃત્યુ થયુ હતુ. દલ ખાલસા યુકે ના વિરોધની અમુક ફોટો આલમી સ્ટોક ઈમેજ પર પણ ઉપલબ્ધ છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ફોટો વર્ષ 2013માં યુકેમાં લેવામાં આવ્યો હતો. હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલન સાથે આ ફોટોનો કોઈ સબંધ નથી.  

Avatar

Title:શું ખરેખર કિસાન આંદોલન દરમિયાન રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યુ…?

Fact Check By: Yogesh Karia 

Result: False