
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મંદિરની આજુબાજુથી વહી રહેલા વરસાદી પાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બગદાણાનના દુદાણા ખાતે થયેલા ભારે વરસાદનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષ 2021 માં બગદાણાના દુદાણા ખાતે થયેલા ભારે વરસાદનો છે. જેમાં ખોડિયાર મંદિરની આજુબાજુ આ રીતે વરસાદી પાણી વહી રહ્યું હતું. આ વીડિયોને સોશિયલ મીડિયા પર અધૂરી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ગુજરાત વરસાદ સમાચાર નામના ફેસબુક પેજ દ્વારા 28 જૂન, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બગદાણા નાં દુદાણા મા આભ ફાટ્યું, અતિભારે વરસાદ વરસાદ સમાચાર ગ્રુપ ગુજરાત હવામાન સમાચાર વરસાદ ની રેગ્યુલર અપડેટ મેળવવા ઉપર like Page નુ બટન દબાવો. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બગદાણાનના દુદાણા ખાતે થયેલા ભારે વરસાદનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Village life with patidar baadshah નામના યુટ્યુબ પેજ દ્વારા 29 સપ્ટેમ્બર, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, બગદાણાના દુદાણા ખાતેનું ખોડિયાર મંદિર ડૂબ્યું, જુઓ કુદરતનું તાંડવ.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે બગદાણાના દુદાણાના સ્થાનિક લોકો તેમજ સ્થાનિક પત્રકારનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો હાલનો નહીં પરંતુ જૂનો છે. આ વીડિયો એકાદ વર્ષ પહેલાંથી જ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. જો કે બગદાણામાં હાલમાં ભારે વરસાદ થયો છે.”
બગાદાણા ખાતે તાજેતરમાં થયેલા વરસાદના સમાચાર અને વીડિયો તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષ 2021 માં બગદાણાના દુદાણા ખાતે થયેલા ભારે વરસાદનો છે. જેમાં ખોડિયાર મંદિરની આજુબાજુ આ રીતે વરસાદી પાણી વહી રહ્યું હતું.

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો બગદાણાના દુદાણા ખાતે તાજેતરમાં થયેલા વરસાદનો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Missing Context
