અંબાણી પરિવારના ઘરે વર્ષ 2019 ની ગણેશ ચતુર્થી ઉજવણીનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

અંબાણી પરિવારમાં આકાશ અંબાણી અને શ્લોકાને ત્યાં પુત્રનો જન્મ થયો છે ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુકેશ અંબાણી દાદા બન્યા એ ખુશીમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાં કોરોનાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2019 માં મુકેશ અંબાણીના ઘરે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી એ સમયનો છે. જેને કોરોના વાયરસ કે વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે…?

હિરા વાળો ગુજરાતી  નામના ફેસબુક યુઝર દ્વારા 22 ડિસેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ચાલો મુકેશ અંબાણી દાદા બન્યા એની ખુશીની પાર્ટીમાં લઈ જાવ. કોરોના ફક્ત નાના માણસો નું જ બગાડી શકે છે અમીરો થી કોરોનો ભાગતો નજરે ચડ્યો. #નો_માસ્ક #નો_સોશિયલ_ડિસ્ટન્સ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુકેશ અંબાણી દાદા બન્યા એ ખુશીમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું અને ત્યાં કોરોનાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો તેનો છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Bollywood Headlines દ્વારા 02 સપ્ટેમ્બર, 2019 ના રોજ યુટ્યુબ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રેખા, અમિતાભ બચ્ચન સહિત અન્ય બોલીવુડના કલાકારોએ અંબાણી પરિવારના ત્યાં ગણેશ ચતુર્થીની ઉજવણીમાં હાજરી આપી. 

Archive

આજ માહિતી અને વીડિયો સાથેના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Snap Bollywood | YOYO TV Channel | ANI News Official

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2019 માં મુકેશ અંબાણીના ઘરે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી એ સમયનો છે. જેને કોરોના વાયરસ કે વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:અંબાણી પરિવારના ઘરે વર્ષ 2019 ની ગણેશ ચતુર્થી ઉજવણીનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: False