તાજેતરમાં પશ્ચિમ બંગાળ ખાતે યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું જેમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીનો વિજય થયો છે ત્યારે આ પરિણામો બાદ બંગાળમાં હિંસા ફાટી નીકળી હોવાના સમાચારોએ અને વીડિયોએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે ત્યારે બંગાળ બચાવવા માટેના બેનરો સાથેનો ભાજપના નેતાઓનો એક ફોટો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતાઓ દ્વારા બંગાળ અને લોકતંત્ર બચાવવા માટે ધરણા કરવામાં આવ્યા જેમાં કોરોના મહામારીના સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરવામાં આવ્યો. કોઈ પણ નેતાએ માસ્ક પણ પહેર્યું નથી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 માં દિલ્હીના જંતરમંતર ખાતે બંગાળ અને લોકતંત્ર બચાવવાના બેનરો સાથે ભાજપના નેતાઓ ધરણા પર બેઠા હતા તેનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ કે કોરોના સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા 6 મે, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જે લોકો નો કોઠા ઉપર જન્મ થયો હોય તેવા હલ્કટ લોકો ને સોશ્યલ ડિસ્ટનસીંગ અને માસ્ક પહેરવાની કોરોના ગાઈડન્સ માંથી મુક્તિ આપ્યાં ના અહેવાલ પ્રાપ્ત થયા છે. 😠. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતાઓ દ્વારા બંગાળ અને લોકતંત્ર બચાવવા માટે ધરણા કરવામાં આવ્યા જેમાં કોરોના મહામારીના સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરવામાં આવ્યો. કોઈ પણ નેતાએ માસ્ક પણ પહેર્યું નથી.

screenshot-www.facebook.com-2021.05.07-17_55_04.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને thehindu.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 16 મે, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં પ્રાપ્ત થયો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, કલકત્તા ખાતે અમિત શાહની રેલી દરમિયાન થયેલી હિંસાના વિરોધમાં ભાજપના નેતાઓએ દિલ્હીના જંતરમંતર ખાતે બંગાળ અને લોકતંત્ર બચાવોના બેનરો સાથે ધરણા કર્યા હતા.

screenshot-www.thehindu.com-2021.05.07-18_18_52.png

Archive

પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો અને ઉપરોક્ત માહિતી સાથેના સમાચાર અન્ય ણીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી અમને પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. indiatimes.com | hindustantimes.com | 10net.in

આજ માહિતી સાથેના વીડિયો સમાચાર પણ અમને News 18 Urdu દ્વારા 15 મે, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Archive

અન્ય વીડિયો સમાચાર પણ તમે અહીં જોઈ શકો છો. V6 News Telugu | DD News

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 માં દિલ્હીના જંતરમંતર ખાતે બંગાળ અને લોકતંત્ર બચાવવાના બેનરો સાથે ભાજપના નેતાઓ ધરણા પર બેઠા હતા તેનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ કે કોરોના સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર ભાજપના નેતાઓ દ્વારા બંગાળની હિંસા રોકવા ધરણા કરવામાં આવ્યા...?

Fact Check By: Vikas Vyas

Result: Missing Context