
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં મૃત્યુ પામેલા કિસાનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2018 નો છે. આ ફોટો પંજાબના તરનતારન શહેરના બોહરી ચોકમાં મળી આવેલા એક વૃદ્ધના મૃતદેહનો છે. આ ફોટોને હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Nikul Kathiriya Patidar નામના ફેસબુક યુઝર દ્વારા 25 ડિસેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ ફેંકુ એના પોતાના વટ ખાતર કેટલા અન્નદાતા ઓ નો જીવ લેશે … !!! હે ભગવાન દેશના બુદ્ધિજીવી વર્ગ ને સદ્બુદ્ધિ આપ … दिल्ली बॉर्डर पर चल रहे किसान आंदोलन में एक और शहादत… विनम्र श्रद्धांजलि! ૐ શાંતિ ૐ … ૐ શાંતિ ૐ. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં મૃત્યુ પામેલા કિસાનનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ਗਰੀਬ ਜੱਟ નામના એક ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 2 સપ્ટેમ્બર, 2018 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, પંજાબના તરનતારન શહેરના બોહરી ચોક ખાતે આશરે 70 વર્ષના એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. હજુ તેમની ઓળખ મળી નથી. કૃપા કરીને શેર કરો. જેથી તેમના પરિવારજનોને જાણ થાય.
ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2018 નો છે. જેને તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ઉપરોક્ત ફેસબુક એકાઉન્ટના માલિક રુપ ઢિલ્લોનો સંપર્ક કરતાં તેઓએ પુષ્ટિ કરી હતી કે, આ ફોટો વર્તમાનનો નથી. વધુમાં જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટો સાથેનો દાવો તદ્દન ખોટો છે. આ વૃદ્ધનો ફોટો મને મને મારા સોશિયલ મીડિયા પર 2 વર્ષ પહેલાં એક વ્યક્તિ દ્વારા શેર કરવાનું કહેવામાં આવ્યું હતું. આ ફોટો હાલનો નથી. હું તરનતારન શહેરનો રહેવાસી છું. એટલા માટે એ સ્પષ્ટ કહી શકું કે, આ ફોટો તરનતારન શહેરના બોહરી ચોક વિસ્તારનો છે. એ સમયે આ વૃદ્ધની ઓળખ ન થઈ હોવાથી તેમનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. મને એક વ્યક્તિનો મેસેજ આવ્યો હતો કે, તે પોતે આ વૃદ્ધને ઓળખે છે. પરંતુ તેના પછી આગળ શું થયું એ હું જાણતો નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2018 નો છે. આ ફોટો પંજાબના તરનતારન શહેરના બોહરી ચોકમાં મળી આવેલા એક વૃદ્ધના મૃતદેહનો છે. આ ફોટોને હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી.

Title:મૃત્યુ પામેલા એક વૃદ્ધનો જૂનો ફોટો હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના નામે વાયરલ…
Fact Check By: Vikas VyasResult: False
