
હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના તમામ વોટ્સ અપ ગ્રુપમાં આ ફોટો તમને જોવા મળશે. રસ્તા પર પડેલા મૃતદેહોના ફોટોને શેર કરતાં, દાવો કરવામાં આવે છે કે, “આ ફોટો વર્ષ 1998માં કોંગ્રેસ સરકાર દરમિયાન ખેડૂતોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ત્યારનો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થયો તે વર્ષ 1998ના ખેડૂત આંદોલનનો નથી. આ ફોટો આંધ્ર પ્રદેશમાં ડાબેરી વિરોધીઓ પર વર્ષ 2007ના ફાયરિંગની છે. જો કે, એ હકીકત છે કે 12 જાન્યુઆરી 1998 ના રોજ, મધ્યપ્રદેશમાં ખેડુતોના વિરોધ પર પોલીસ ગોળીબારમાં 19 લોકો માર્યા ગયા હતા. પરંતુ આ ફોટો તે ઘટનાનો નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Mahesh Bariya Bariya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ ફોટો વર્ષ 1998માં કોંગ્રેસ સરકાર દરમિયાન ખેડૂતોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ત્યારનો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ ફોટો વર્ષ 1998નો નહિં પરંતુ વર્ષ 2007નો છે.
વિરૂ પપુરી નામના લેખકના વર્ષ 2007ના બ્લોગ પર અમને અપલોડ કરેલો આ ફોટો જોવા મળ્યો હતો. તેમજ આ બ્લોગમાં રંગીન ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો. આ બ્લોગ સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ ફોટો 28 જુલાઈ 2007 ના આંધ્રપ્રદેશના મોદીગુંડા ગામમાં પોલીસે કરેલા ફાયરિંગનો છે. શુક્રવારે રાઈટ ગીઅરમાં સજ્જ પોલીસે એક રેલીમાં ધસીને સેંકડો વિરોધીઓને ટ્રકમાં ભરીને ખસેડ્યા હતા.”
ત્યારબાદ આ ક્લુના આધારે અમે અમારી પડતાલને આગળ વધારાતા અમને મુંબઈ મિરર અને રેડિફ વેબસાઇટ્સના અહેવાલો પ્રાપ્ત થયા હતા. આ અહેવાલો અનુસાર, ‘ગરીબોને જમીન ફાળવવા’ ની માંગ સાથે ડાબેરી પક્ષોએ આંધ્રપ્રદેશમાં બંધનું એલાન આપ્યું હતું. સીપીઆઈ(એમ)ના કાર્યકરોએ બંધના સમર્થનમાં ખમ્મમ જિલ્લાના મોદીગુંડા ગામે 28 જુલાઈ 2007 ના રોજ રેલી કાઢી હતી.
પોલીસ અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ શરૂ થયા બાદ આ આંદોલને હિંસક વળાંક આપ્યો હતો. શુક્રવારે રાયટ ગીઅરમાં સજ્જ પોલીસે એક રેલીમાં ધસીને સેંકડો વિરોધીઓને ટ્રકમાં ભરીને ખસેડ્યા હતા. જેમાં આશરે આઠ લોકો માર્યા ગયા હતા.
પોલીસે આ વખતે Ak-47 બંદૂકનો ઉપયોગ કર્યો હતો. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા નાગરિકો પર Ak-47 રાઇફલ્સના ઉપયોગની સખત નિંદા કરવામાં આવી છે. વિરોધી તેલુગુ દેશમ અને ડાબેરી પક્ષોએ તત્કાલીન મુખ્ય પ્રધાન વાય.એસ.રાજશેખર રેડ્ડી (કોંગ્રેસ)ની ટીકા કરી હતી. (સંદર્ભ – રેડિફ|સંગ્રહ)
ઇ-ટીવી દ્વારા કરવામાં આવેલી આ ઘટનાના સમાચાર તમે તે સમયે જોઈ શકો છો.
12 જાન્યુઆરી, 1998 ના રોજ શું થયું?
મધ્યપ્રદેશના ખેડૂતો કુદરતી આફતને કારણે હેરાન થયા હતા. બદલામાં વળતર મેળવવા માટે ‘કિસાન સંઘર્ષ સમિતિ’ હેઠળ સમાજવાદી પાર્ટીના તત્કાલીન ધારાસભ્ય ડો. સુનિલામના નેતૃત્વમાં ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરવામાં આવ્યું હતુ.
12 જાન્યુઆરી, 1998ના રોજ મુલ્તાઇમાં વિરોધીઓએ તહસીલને ઘેરો ઘાલ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. શુક્રવારે રાયટ ગીઅરમાં સજ્જ પોલીસે એક રેલીમાં ધસીને સેંકડો વિરોધીઓને ટ્રકમાં ભરીને ખસેડ્યા હતા. તે સમયે, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર હતી.
આ કેસમાં કોર્ટે ડો.સુનિલામ અને અન્ય બે લોકોને હિંસક આંદોલન બદલ આજીવન કેદની સજા ફટકારી હતી.(સંદર્ભ – ઇન્ડિયન એક્સપ્રેસ)
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ફોટો સોશિયલ મિડિયા પર વાયરલ થયો તે વર્ષ 1998ના ખેડૂત આંદોલનનો નથી. આ ફોટો આંધ્ર પ્રદેશમાં ડાબેરી વિરોધીઓ પર વર્ષ 2007ના ફાયરિંગની છે. જો કે, એ હકીકત છે કે 12 જાન્યુઆરી 1998 ના રોજ, મધ્યપ્રદેશમાં ખેડુતોના વિરોધ પર પોલીસ ગોળીબારમાં 19 લોકો માર્યા ગયા હતા. પરંતુ આ ફોટો તે ઘટનાનો નથી.

Title:શું ખરેખર વર્ષ 1998માં ખેડૂતોની ગોળી મારી હત્યા કરવામાં આવી ત્યારનો ફોટો છે….?
Fact Check By: Yogesh KariaResult: False
