શું ખરેખર એલોન મસ્ક એવો ફોન લોન્ચ કરશે જેને ચાર્જિંગ અને ઇન્ટરનેટની જરૂર નથી…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, એલોન મસ્ક અને તેની કંપનીએ આવી કોઈ જાહેરાત કરી નથી.

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટેસ્લા કંપનીને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “એલોન મસ્ક આ વર્ષના અંત સુધીમાં એક અત્યાધુનિક ફોન લોન્ચ કરશે જેને ચાર્જિંગ કે ઈન્ટરનેટની જરૂર નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vivek Lavingia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “એલોન મસ્ક આ વર્ષના અંત સુધીમાં એક અત્યાધુનિક ફોન લોન્ચ કરશે જેને ચાર્જિંગ કે ઈન્ટરનેટની જરૂર નથી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌ પ્રથમ, જો આવી કોઈ જાહેરાત એલોન મસ્ક અથવા તેની કંપની દ્વારા કરવામાં આવી હોત, તો તે ધ્યાન ખેંચે તેવા સમાચાર હોત. પરંતુ, કોઈ સત્તાવાર મીડિયામાં આવા કોઈ સમાચાર જોવા મળતા નથી.

વધુ શોધમાં 2020માં ક્લીનટેકનીકા નામના ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેર કરાયેલો એક અહેવાલ મળ્યો હતો. જેનું શીર્ષક હતું, “Tesla is not develop a smartwatch.”

લેખનો જવાબ આપતા, એલોન મસ્કએ ટ્વિટ કર્યું, “બિલકુલ નહીં. સ્માર્ટવોચ અને ફોન એ ભૂતકાળની ટેક્નોલોજી છે, ન્યુરલિન્ક્સ એ ભવિષ્ય છે.” 

Archive

મસ્કનું ખંડન

એલોન મસ્કએ 18 ઓક્ટોબરે ફિલાડેલ્ફિયામાં ટાઉન હોલના પ્રશ્ન અને જવાબ દરમિયાન સ્પષ્ટ કર્યું કે તેમને ફોન બનાવવામાં રસ નથી.

એલોન મસ્ક કહે છે, “અમારે ફોન બનાવવાની જરૂર નથી. જો મારે ફોન બનાવવો હોય, તો હું કરીશ, પણ હું તે કરવા માંગતો નથી.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, એલોન મસ્કએ 2024ના અંત સુધીમાં એવા ફોનને લોન્ચ કરવાની જાહેરાત કરી નથી કે જેને ચાર્જિંગ અને ઇન્ટરનેટની જરૂર ન હોય. આ દાવો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર એલોન મસ્ક એવો ફોન લોન્ચ કરશે જેને ચાર્જિંગ અને ઇન્ટરનેટની જરૂર નથી…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False