આ ફોટો વર્ષ 2020માં હરિયાણાના સિરસાની છે, જ્યાં સીએમ ફ્લાઇંગ ટીમે મીઠાઈઓનો નાશ કર્યો હતો કારણ કે તેની ગુણવત્તા નબળી હતી.

હાલમાં બિહારમાં એનડીએને જંગી બહુમતી મળી છે. જે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી, સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આરજેડીના મજબૂત નેતા ચૂંટણી હારી ગયા, ત્યારે તેમણે રસગુલ્લા માટીમાં દાટી દીધા પરંતુ ગરીબોને ખવડાવ્યા નહીં.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 નવેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આરજેડીના મજબૂત નેતા ચૂંટણી હારી ગયા, ત્યારે તેમણે રસગુલ્લા માટીમાં દાટી દીધા પરંતુ ગરીબોને ખવડાવ્યા નહીં.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને અમર ઉજાલાનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે 10 નવેમ્બર 2020ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “10 નવેમ્બર, 2020ના રોજ, તહેવારો દરમિયાન, મુખ્યમંત્રી ફ્લાઈંગ સ્ક્વોડ અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સિરસા શહેરના કંગનપુર રોડ પર રામ ગલી સ્થિત શ્રી રાધે રસગુલ્લા ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. ટીમને ત્રણ ક્વિન્ટલ રસગુલ્લા, બે ક્વિન્ટલ ગુલાબ જામુન અને એક ક્વિન્ટલ માવો મળી આવ્યો હતો. આશરે એક ક્વિન્ટલ મીઠાઈમાં મૃત જંતુઓ, માખીઓ અને મચ્છર મળી આવ્યા હતા, ત્યારબાદ ટીમે આશરે એક ક્વિન્ટલ રસગુલ્લા અને ગુલાબ જામુનને દાટીને નાશ કર્યો હતો.”

તેમજ વધુ સર્ચ કરતા અમને પ્રેસ વાર્તા નામની યુટ્યુબ ચેનલ પર આ ઘટનાનો સમગ્ર વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે પણ ઉપરોક્ત માહિતી જ આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ દૈનિક ભાસ્કર દ્વારા પણ આ અંગે માહિતી આપતો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કર્યો હતો, જે તમે આ લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 2020માં હરિયાણાના સિરસાની છે, જ્યાં સીએમ ફ્લાઇંગ ટીમે મીઠાઈઓનો નાશ કર્યો હતો કારણ કે તેની ગુણવત્તા નબળી હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું ખરેખર બિહાર ચૂંટણીના પરિણામ બાદ રસગુલ્લાનો નાશ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading


