
પાકિસ્તાન દ્વારા 8 મેની રાતે જમ્મુ-કાશ્મીર સહિત પશ્ચિમના સરહદી રાજ્યોમાં ડ્રોનથી હુમલા કર્યાની ઘટના સામે આવી હતી. જેના પગલે ઘણા શહેરોમાં બ્લેક આઉટ કરવાની સ્થિતિ સર્જાઈ હતી. આ વચ્ચે ગુજરાતના ભૂજ અને દ્વારકામાં પણ બ્લેક આઉટ કરવામાં આવ્યુ હતુ. આ વચ્ચે એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે “પાકિસ્તાન દ્વારા જામનગર પર ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેને ભારતીય સેના દ્વાર નિષ્ફળ કરવામાં આવ્યો હતો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 09 મે 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાન દ્વારા જામનગર પર ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેને ભારતીય સેના દ્વાર નિષ્ફળ કરવામાં આવ્યો હતો.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
જામનગરના લોકલ ન્યુઝ પેપર ભૂમિ દૈનિક દ્વારા પ્રસારિત એક ન્યુઝ પ્લેટ પ્રાપ્ત થઈ હતી. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “જામનગર પર કોઈ ડ્રોન હુમલો થયો નથી, જામનગરમાં વહેલી સવારે પાકિસ્તાન દ્વારા ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો અને આ ડ્રોનને ભારતીય સેનાએ તોડી પાડ્યો હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા અનજે મેસેજ તદ્દન ખોટા છે.”
તેમજ વધુ સર્ચ કરતા અમને જામનગરના પ્રસિદ્ધ સાંધ્ય દૈનિક નોબતની બ્રેકિંગ પ્લેટ પ્રાપ્ત થઈ હતી. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “જામનગર પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યોનો મેસેજ તદ્દન ખોટો છે. જામનગરમાં કોઈ હુમલો થયો નથી.”
તેમજ વધુમાં સર્ચ કરતા અમને ગુજરાતી જાગરણ દ્વાર પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “હાલની પરિસ્થિતિમાં જિલ્લાના લોકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમામ જરૂરી પગલાં ભરી રહ્યું છે. સાથે જ તેમણે લોકોને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી ન ભરમાવા તેમજ તંત્ર દ્વારા અપાતી સત્તાવાર માહિતીને અનુસરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ ડ્રોન હુમલો જામનગરમાં કરવામાં આવ્યો નથી. ભ્રામક માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર જામનગર પર પાકિસ્તાન દ્વારા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
