જાણો પશ્ચિમ બંગાળમાં પોલીસ પર થયેલી હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ પર લોકો દ્વારા કરવામાં આવી રહેલા પથ્થરમારાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ પર લોકો દ્વારા કરવામાં આવી રહેલા પથ્થરમારાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પશ્ચિમ બંગાળનો નહીં પરંતુ નેપાળના કાઠમંડુ ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને પશ્ચિમ બંગાળ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 14 એપ્રિલ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બંગાળ માં પોલીસ ની હાલત… આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે.

https://archive.org/details/video-convert-1745063720172

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ વીડિયો સાથેની પોસ્ટ Explore Nepal નામના એક ફેસબુક યુઝર દ્વારા 28 માર્ચ, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં નેપાળી ભાષામાં એવી માહિતી આપવામાં આવી હતી કે, એક વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોએ પોતાનો ગુસ્સો પોલીસ પર નીકાળ્યો તેનો આ વીડિયો છે.

https://www.facebook.com/reel/675118868362894

આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોતાં અમને વીડિયોમાં એક બોર્ડ નજરે પડ્યું હતું. જેના પર ‘घर आंगन Restro & Sekuwa’ લખેલું જોઈ શકાય છે. 

download.png

ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં એ જાણવા મળ્યું હતું કે, આ કાઠમંડુના તિનકુને ખાતે આવેલી એક રેસ્ટોરન્ટ છે. આના કેટલાક ફોટા અમને ગુગલ અર્થ પર જોવામળ્યા હતા.

Screenshot 2025-04-19 174037.png

જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો પશ્ચિમ બંગાળનો નહીં પરંતુ નેપાળના કાઠમંડુનો છે. ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને વીડિયોમાં દેખાતા આજ દ્રશ્યો સાથેનો અળગ એંગલથી લીધેલો એક વીડિયો Infotainment Nepal નામના એક યુટ્યુબ યુઝર દ્વારા 28 માર્ચ, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

અમારી વધુ તપાસમાં અમને WION દ્વારા પ્રસારિત કરવામાં આવેલા આજ ઘટના વિશેના વીડિયો સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આ હતી કે, નેપાળના ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહે ૧૯ ફેબ્રુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ પર લોકો પાસેથી સમર્થન માંગ્યું હતું. આ પછી, નેપાળના લોકોએ દેશમાં રાજાશાહી પુનઃસ્થાપિત કરવાની માંગણી સાથે આંદોલન શરૂ કર્યું, જે હજુ પણ ચાલુ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ પર લોકો દ્વારા કરવામાં આવી રહેલા પથ્થરમારાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પશ્ચિમ બંગાળનો નહીં પરંતુ નેપાળના કાઠમંડુ ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને પશ્ચિમ બંગાળ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો પશ્ચિમ બંગાળમાં પોલીસ પર થયેલી હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas  

Result: False