
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાણીમાં સ્નાન કરી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાણીમાં સ્નાન કરી રહેલા યુવકનો આ વીડિયો વડોદરા શહેરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાણીમાં સ્નાન કરી રહેલા યુવકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વડોદરાનો નહીં પરંતુ કોલંબિયાના મીડિયા લુનાનો છે. આ વીડિયોને ભારત કે વડોદરા સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 6 માર્ચ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, વડોદરામાં એક ભાઈ નદીમાં ન્હાવા ઉતર્યો, મસ્તી શરૂ કરી, અને અચાનક આ ભાઈના હાથમાં મગર આવ્યો વિડીયો થયો વાયરલ… આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં પાણીમાં સ્નાન કરી રહેલા યુવકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વડોદરાનો નહીં પરંતુ કોલંબિયાના મીડિયા લુનાનો છે. આ વીડિયોને ભારત કે વડોદરા સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને indianexpress.com દ્વારા 2 માર્ચ, 2025ના રોજ આજ વીડિયો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં ક્યાંય પણ આ વીડિયો વડોદરાનો હોવાનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
આ અહેવાલને ધ્યાનથી વાંચતાં અમને એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી એ જાણવા મળ્યું હતું કે, આ વીડિયો મીડિયા લુના બીચનો છે. ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ મીડિયા લુના એ કોલંબિયામાં આવેલ સ્થળ છે.
અમારી વધુ તપાસમાં અમને અન્ય કેટલાક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા આજ વીડિયો સાથે કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ વીડિયો કોલંબિયાના મીડિયા લુનાનો હોવાનું જણાવવામાં આવ્યું છે. જે તમે અહીં જોઈ શકો છો. Instagram Post 1 | Instagram Post 2
વધુમાં અમને આ વીડિયોમાં @PepeOjedaNoticias લખેલો એક વોટરમાર્ક જોવા મળ્યો હતો. જેને અમે ઈન્સ્ટાગ્રામ પર સર્ચ કરતાં આ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ અમને આજ નામથી એક ફેસબુક એકાઉન્ટ પ્રાપ્ત થયું હતું. જેમાં આજ વાયરલ વીડિયો સાથેની પોસ્ટ 21 ફેબ્રુઆરી, 2025ના રોજ કરવામાં આવી હતી. જેમાં પણ આ વીડિયો કોલંબિયાના મીડિયા લુનાનો હોવાનું જણાવવામાં આવ્યું છે.
https://www.facebook.com/reel/1323255795649279
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે વડોદરાના સ્થાનિકો ને એખ સ્થાનિક પત્રકાર સાથે વાતચીત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, આ વીડિયો વડોદરાનો નથી અને આવી કોઈ ઘટના વડોદરામાં બની પણ નથી. જેના પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો વડોદરાનો નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાણીમાં સ્નાન કરી રહેલા યુવકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વડોદરાનો નહીં પરંતુ કોલંબિયાના મીડિયા લુનાનો છે. આ વીડિયોને ભારત કે વડોદરા સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title: જાણો વડોદરાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
