શું ખરેખર દેવપ્રયાગ થી શ્રીનગર વચ્ચે દોડતી ટ્રેનનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

નદી કિનારે સ્થિત પહાડોની વચ્ચે બનેલી ટનલમાંથી ગુડઝ ટ્રેન પસાર થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પહાડો વચ્ચે દોડતી આ ટ્રેનનો વીડિયો ઉત્તરાખંડના દેવ પ્રયાગથી શ્રીનગરનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 15 ઓક્ટોબર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પહાડો વચ્ચે દોડતી આ ટ્રેનનો વીડિયો ઉત્તરાખંડના દેવ પ્રયાગથી શ્રીનગરનો છે.”

https://vimeo.com/manage/videos/1023214679

Facebook | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે વીડિયોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને 22 ઓક્ટોબર 2024ના રોજ ચાઈનીઝ ભાષાની વેબસાઈટ Kankanews.com પર પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ વીડિયો જોવા મળ્યો હતો, જેની સાથે જણાવવામાં આવ્યુ હતુ કે, આ વીડિયો ચીનનો છે. 

તેમજ આ ક્લુના આધારે સર્ચ કરતા અમને douyin.com નામની યુટ્યુબ ચેનલ પર 2 ઓક્ટોબર 2024ના આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પણ આ વીડિયો ચીનનો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ આ અંગે વધુ સર્ચ કરતા અમને એક ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર આ લોકેશનની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે જણાવવામાં આવ્યુ હતુ કે, આ ટ્રેન જે રૂટ પરથી પસાર થઈ રહી છે તે ચીનના હુનાન પ્રાંતના યાંબોડૂ નગર છે. જે તમે નીચે જોઈ શકો છો. 

જે માહિતીના આધારે અમે સર્ચ કરતા અમને ગૂગલ અર્થ પર આ લોકેશન પ્રાપ્ત થયુ હતુ. જે પૃષ્ટિ કરી રહ્યુ છે કે આ વીડિયો ચીનના હુનાન પ્રાંતનો જ છે. જે તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો દેવ પ્રયાગ થી શ્રીનગર જતી ટ્રેનન નહીં પરંતુ ચીનના હુનાન પ્રાંતમાં પર્વતીય રેલવે લાઇનનો વીડિયો છે. જેને ભારત સાથે કોઈ લેવા-દેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)